મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો આતંકઃ ફરી લોકડાઉન આવશે ?

રાજ્યના અનેક શહેરોમાં પ્રતિબંધો લાગુ કરવા પડે તેવી સ્થિતિ

મુંબઈ, તા. ૨૫ :. દેશભરમાં કોરોનાના નવા કેસ સતત ઘટી રહ્યા છે પરંતુ આ દરમિયાન ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ચિંતા વધારી છે અને તેના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રીને રાજ્યમાં ફરીથી લોકડાઉન લાદવુ પડે તેવા નિર્દેશો આપ્યા છે. જો કેસ આમને આમ વધતા જશે તો રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાદવા પડશે તેવુ તેમણે જણાવ્યુ હતું.

મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તાત્કાલીક બેઠક યોજી હતી અને જણાવ્યુ હતુ કે જો આવી સ્થિતિ રહેશે તો ફરીથી લોકડાઉન લાદવુ પડશે.

મહારાષ્ટ્રમાં કેબીનેટની બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં પણ ફરીથી લોકડાઉન લાદવાની ચર્ચા થઈ હતી. કેબીનેટને મંત્રીએ તમામ વિગતો આપી હતી.  મહારાષ્ટ્રના ૭ જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ફુંફાડા મારી રહ્યો છે.

(10:39 am IST)