મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

કાન પકડીને ઉઠક બેઠક કરવાની સજા કેમ આપવામાં આવે છે ?

નવી દિલ્હી,તા. ૨૫: બાળપણમાં સ્કૂલ જવાનું ભલે આપણને ગમતું ન હોય પરંતુ હવે જયારે તેને જોઇએ તો ખબર પડે છે કે સ્કૂલના દિવસો જીવનના સુંદર દિવસો હતા. ફકત એક અથવા બે લોકો જ નહી પરંતુ મોટાભાગના લોકોનું આ જ માનવું છે. તમને યાદ હશે કે સ્કૂલમાં જયારે મસ્તી કરતા હતા અથવા હોમવર્ક પુરૂ ન થયું હોય તો ટીચર આપણને કાન પકડાવીને ખૂણામાં ઉભા કરી દેતા હતા અથવા પછી કાન પકડીને ઉઠક-બેઠક કરાવતા હતા. જોકે આજે પણ આ સજા કોમન છે.

શું તમે કયારેય ધ્યાન આપ્યું છે કે કોઇને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવવાની સજા કેમ ફટકારવામાં આવે છે? નહી ના? આમ તો આ પ્રશ્ન તો ઇંસ્ટ્રિેસ્ટંગ છે પરંતુ જવાબ કદાચ જ ખબર હશે. તો ચાલો આજે અમે તમને જણાવીએ તેના વિશે...

ઉઠક-બેઠક ફકત કલાસરૂમમાં બાળકોને આપવામાં આવતી પનિશમેન્ટ જ નથી પરંતુ ઘણા લોકો પ્રાર્થના સમયે પણ આમ કરે છે. દક્ષિણ ભારતના મંદિરોમાં તો આજે પણ આ પ્રથા ખૂબ પ્રચલિત છે. એટલું જ નહી દ્યણીવાર તમે પોલીસને પણ રસ્તા પર કેટલાક લોકોને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવે છે. કોરોનાકાળમાં લોકડાઉનના નિયમ તોડવાનારને પણ પોલીસ ઉઠક-બેઠક કરાવે છે. તમને જણાવી દઇએ કે આ પનિશમેન્ટની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ છે.

માનવામાં આવે છે ઉઠક-બેઠક કરવાથી ધ્યાન કેંદ્રીત કરવામાં મદદ મળે છે. તેનાથી યાદશકિત પણ સારી રહે છે. ઉઠક-બેઠક કરવાથી મગજના કેટલાક ભાગ એકિટવ થઇ જાય છે. તમે જોયું હશે કે આજેપણ લોકો કસરત અને વ્યાયામ દરમિયાન ઉઠક-બેઠક જરૂર કરે છે. ઉઠક-બેઠક પેટની આસપાસની ચરબીને પણ ઓછી પણ ઓછી કરવામાં મદદ કરે છે.

આ વિષય પર દ્યણા રિસર્ચ પણ કરવામાં આવ્યા છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ૧ મિનિટ સુધી કાન પકડીને ઉઠક-બેઠક કરવાથી આલ્ફા વેવ્સની એકિટવિટી વધી જાય છે. કાન પકડવાથી લોબ્સ દબાઇ છે અને એકયૂપ્રેશરના મુજબ બ્રેન અથનો જમણો અને ભાગ ભાગ એકિટવેટ થાય છે. 

વધુ એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે કાન પકડીને ઉઠક-બેઠક કરવાથી બ્રેનમાં ઇલેકટ્રોકલ એકિટવિટી વધી જાય છે. આ તમામ ફાયદોને જાણ્યા બાદ ઘણી સ્કૂલોએ તેને બાળકોને પનિશમેન્ટ આપવા તરીકે અપનાવી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાની સ્કૂલોમાં કાન પકડીને ઉઠક-બેઠક કરવામાં બાળકોની રૂચિ વધારવા માટે વર્કશોપ પણ કરવામાં આવે છે. સ્કૂલોએ તેને 'સુપર બ્રેન યોગ'નું નામ આપ્યું છે. બાળકો જ કેમ મોટાને પણ આ યોગ નિયમિત રીતે કરવા જોઇએ.

(10:24 am IST)