મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

દેશમાં કોરોનાના નવા 51.225 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 63.674 દર્દીઓ રિકવર થયા : વધુ 1324 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.93.338 થયો :એક્ટિવ કેસ ઘટીને 6.07.903 થયા : કુલ કેસની સંખ્યા 3.01.33.417 થઇ

સૌથી વધુ કેરળમાં 12.078 કેસ,મહારાષ્ટ્રમા 9844 કેસ,તામિલનાડુમાં 6162 કેસ,આંધ્રપ્રદેશમાં 4981 કેસ, કર્ણાટકમાં 3979 કેસ, ઓરિસ્સામાં 3650 કેસ, આસામમાં 2781 કેસ,પશ્ચિમ બંગાળમાં 1923 કેસ, તેલંગાણામાં 1088 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 54.147 કેસ નોંધાયા છે. જ્યારે 68.854 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 51.225 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1324 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,93.338 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 51.225 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.01.33.417 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 6.07.903 થઇ છે છેલ્લા 24 કલાકમાં 63.674 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,91.20.340 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12.078 કેસ,મહારાષ્ટ્રમા 9844 કેસ,તામિલનાડુમાં 6162 કેસ,આંધ્રપ્રદેશમાં 4981 કેસ, કર્ણાટકમાં 3979 કેસ, ઓરિસ્સામાં 3650 કેસ, આસામમાં 2781 કેસ,પશ્ચિમ બંગાળમાં 1923 કેસ, તેલંગાણામાં 1088 કેસ નોંધાયા છે

(12:59 am IST)