મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

સાંજે દિલ્હીમાં ડીટીસી ક્લસ્ટર બસ ટ્રાફિક પોલીસ બૂથમાં ઘૂસી ગઈ :એક યુવાનનું મોત :4 લોકો ઘાયલ

ઇજાગ્રસ્તોમાં ત્રણ ટ્રાફિક પોલીસના જવાન: રસ્તાની બાજુમાં ઉભેલો વ્યક્તિ પણ અકસ્માતની ઝપેટમાં આવી ગયો

નવી દિલ્હી : મોડી સાંજે દિલ્હીમાં ડીટીસી ક્લસ્ટર બસ સરાઈ રોહિલા નજીક આવેલા ટ્રાફિક પોલીસ બૂથમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે 4 અન્ય ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં ત્રણ ટ્રાફિક પોલીસના જવાન હોવાનું જણાવાયું છે. ઇજાગ્રસ્ત થયેલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓમાં એએસઆઇ ગોવિંદ, હેડ કોન્સ્ટેબલ હરીશપાલ, સબ-ઇન્સ્પેક્ટર કિશન કુમારનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ફરજ પર રોકાયેલા હતા. બીજા એક વ્યક્તિ અકસ્માત પહેલા તે રસ્તાની બાજુમાં ઉભો હતો અને ત્યારે જ તે અકસ્માતની ઝપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને કરોલબાગની જીવન માલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર છે આ અકસ્માત બાદ બસનો ચાલક ફરાર થઇ ગયો હતો.

ડીટીસીની ક્લસ્ટર બસ દેશબંધુ ગુપ્તા રોડ પરથી આવી રહી હતી. ડ્રાઈવર અને અન્ય સ્ટાફ સહિત બસમાં પાંચ-છ મુસાફરો હાજર હતા. તે જ સમયે અચાનક બસ ચાલક પોતાનું સ્ટેરિંગ પર બેલેન્સ ગુમાવતાં એક અજાણ્યા રાહદારીને હડફેટમાં લઇને ટ્રાફિક પોલીસ બૂથમાં બસ ઘૂસાડી દીધી હતીઅકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ થઈ નથી . એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા બે લોકોની હાલત ગંભીર છે.

સરાઈ રોહિલા પોલીસ મથકે બસનો કબજો લઇને ગુનો નોંધ્યો છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે બસના બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હતો. પોલીસ આ કેસમાં બસ ડ્રાઇવરને નજીકના સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખવાનો પણ પ્રયાસ કરી રહી છે. અકસ્માત બાદ અહીં લાંબા સમયથી ટ્રાફિક જામ રહ્યો હતો. કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સખત મહેનત કરી વિસ્તારને ટ્રાફિક મુક્ત કર્યો હતો

(12:49 am IST)