મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાનો પોલીસે મેમો આપ્યો :ઓફિસ જતા સમયે અચાનક બ્રેક મારતા સુરક્ષા ગાડીઓના કાફલા સાથે કાર ટકરાઈ

લાપરવાહી અને ખતરનાક રીતે કાર ચલાવવા મામલે તેમને પોલીસે મેમો ફટકાર્યા

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા ને  લાપરવાહી અને ખતરનાક રીતે કાર ચલાવવા મામલે તેમને પોલીસે મેમો ફટકાર્યા છે.

 આ અંગેની વિગત મુજબ સવારે રોબર્ટ વાડ્રા પોતાની કાર અને સુરક્ષા ગાડીઓનાં કાફલા સાથે સુખદેવ વિહાર સ્થિત પોતાની ઓફીસે જઈ રહ્યા હતા. દરમ્યાન તેમની કારે અચાનક બ્રેક મારતા જેના કારણે પાછળથી આવતા તેની સુરક્ષા ગાડી કાર સાથે ટકરાઈ ગઈ હતી જેથી પોતાની કારની ચાવી લઈને પોતાની ઓફીસે ચાલ્યા ગયા હતા. બાદમાં ઘટના સ્થળે હાજર પોલીસે તેમની કારનો મેમો ફાડયો હતો 

 

(12:30 am IST)