મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

બેંકના જલ્દી પતાવી લેજો કામ :જુલાઇમાં અડધો મહિનો બેંક રહેશે બંધ : 30 દિવસમાંથી માત્ર 15 દિવસ જ કામકાજ થશે

કર્મચારીઓને તહેવાર માટે 9 રજા મળશે. આ ઉપરાંત 6 રજા શનિવાર અને રવિવારની મળશે

નવી દિલ્હી : જુલાઈ મહિનામાં બેન્ક ચાર-પાંચ દિવસ નહીં, પરંતુ પંદર દિવસો સુધી બંધ રહેશે. એટલે કે 30માંથી માત્ર 15 દિવસ જ બેંકમાં કામકાજ થશે. જેથી આવી સ્થિતિમાં બેંકમાં જતા પહેલા રજાઓની યાદી ચેક કરી લેવી જરૂરી છે  RBI તરફથી બેન્કિંગ હોલીડેની યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં રાજ્ય મુજબ બેંકની રજાઓ જોવા મળે છે.

2021ના જુલાઈ મહિનામાં બેંકના કર્મચારીઓને તહેવાર માટે 9 રજા મળશે. આ ઉપરાંત 6 રજા શનિવાર અને રવિવારની મળશે. કુલ 15 દિવસો રજા મળશે. નોંધનીય છે કે, 9 રજા રાજ્ય મુજબ હશે. બધી જગ્યાએ બેંક બંધ રહેશે નહીં. જે રાજ્યમાં રજા હશે માત્ર ત્યાંનું કામકાજ બંધ રહેશે.

4 જુલાઈ 2021 - રવિવાર
>> 10 જુલાઈ 2021 - બીજો શનિવાર
>> 11 જુલાઈ 2021 - રવિવાર
>> 12 જુલાઈ 2021 - સોમવાર - કાંગ (રાજસ્થાન), રથ યાત્રા (ભુવનેશ્વર, ઈંફાલ,)
>> 13 જુલાઈ 2021 - મંગળવાર - ભાનું જયંતિ (શહીદ દિવસ- જમ્મૂ કાશ્મીર, ભાનું જયંતિ- સિક્કિમ)
>> 14 જુલાઈ 2021 - દ્રુકપા તશેચી (ગંગટોક)
>> 16 જુલાઈ 2021- ગુરૂવાર - હારેલા પૂજા (દહેરાદુન)
>> 17 જુલાઈ 2021 - ખારચી પુકજ (અગરતાલા, શિલંગ)
>> 18 જુલાઈ 2021 - રવિવાર
>> 19 જુલાઈ 2021 - ગુરુ રિમ્પોછેના થૂંગકર તેશેચુ  (ગંગટોક)
>> 20 જુલાઈ 2021 - મંગળવાર - ઈદ અલ અધા (આખા દેશમાં)
>> 21 જુલાઈ 2021 - બુધવાર - બકરીઈદ (આખા દેશમાં)
>> 24 જુલાઈ 2021 - ચોથા શનિવારે
>> 25 જુલાઈ 2021 - રવિવાર
>> 31 જુલાઈ 2021- શનિવાર - કેર પૂજ (અગરતાલા)

આ ઉપરાંત 4 જુલાઇ, 11 જુલાઇ, 18 જુલાઇ અને 25 જુલાઈએ રવિવારના કારણે પણ બેંકો બંધ રહેશે. આ સિવાય બીજો અને ચોથો શનિવાર 10 જુલાઈ અને 24 જુલાઈએ બેંકો બંધ રહેશે.

આ રજાઓની આખી યાદી જોવા માટે રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx)ની મુલાકાત લઈ શકાય છે 

(12:00 am IST)