મુખ્ય સમાચાર
News of Tuesday, 25th June 2019

શેરડી, કપાસ, સોયાબીન ખેતી માટે મોનસુન સક્રિય

મોટાભાગની ખેતી કરતા વિસ્તારોમાં મોનસુન : સૌથી શાંતિપૂર્ણ દેશોની યાદીમાં યુરોપિયન દેશોનું પ્રભુત્વ રહ્યું : ન્યુઝીલેન્ડ યાદીમાં બીજા, અમેરિકા ૧૨૮માં ક્રમાંકે

નવી દિલ્હી, તા. ૨૫  :વિશ્વભરમાં સૌથી શાંતિપૂર્ણ દેશ માટેની યાદી જારી કરી દેવામાં આવી છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડ વિશ્વમાં બીજા સ્થાને છે જ્યારે આઈસલેન્ડ પ્રથમ સ્થાને છે. જુદા જુદા પાસાઓને આવરી લઇને આ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ વર્ષમાં વૈશ્વિક શાંતિ ઇન્ડેક્સમાં ન્યુઝીલેન્ડ બીજા સ્થાને રહ્યું છે. લશ્કરી ખર્ચ અને સંઘર્ષ તથા ત્રાસવાદમાં મોત, હિંસામાં અંદાજિત આર્થિક ખર્ચ સહિતના જુદા જુદા પાસાઓને આવરી લઇને ૧૬૩ દેશોને લઇને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આ બાબત ઉભરીને સપાટી ઉપર આવી છે. આઈસલેન્ડ ફરી એકવાર પ્રથમ સ્થાને રહ્યું છે. શાંતિ માટે સ્વર્ગ સમાન રહેલા આઈસલેન્ડની સતત ૧૨માં વર્ષે પ્રથમ ક્રમ તરીકે પસંદગી થઇ છે. આ અભ્યાસ કરનાર સંશોધકોએ આઇસલેન્ડમાં ઘટતા જતા હત્યાના રેટ અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ જાળવણીમાં ફંડિંગમાં વધારાની બાબતને પણ ઉપયોગી ગણવામાં આવે છે. મજબૂત સંસ્થાઓ, માળખાઓના લીધે આઈસલેન્ડમાં સંપૂર્ણ શાંતિ જળવાઈ છે અને દેશના લોકો ખુબ શાંતિપૂર્ણ જીવન ગાળી રહ્યા છે. ન્યુઝીલેન્ડ ક્રાઇસ્ટચર્ચમાં થોડાક સમય પહેલા મસ્જિદમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલા છતાં પણ બીજા ક્રમાંકે છે. કારણ કે આ દેશમાં આ પ્રકારના ડિઝાસ્ટરનો સામનો કરવામાં લોકો આગળ આવ્યા છે. શાંતિપૂર્ણરીતે લોકો જીવન ગાળી રહ્યા છે. આ દેશે પણ પોતાના અન્ય સ્કોરમાં સુધારો કર્યો છે. ન્યુઝીલેન્ડે ૨૩ પરિબળો પૈકીના ૨૨માં તેના સ્કોરમાં સુધારો કરી દીધો છે પરંતુ આતંકવાદની અસરમાં કેટલાક પરિબળો નબળા પડ્યા છે. અત્રે નોંધનીય છે કે, ૧૫મી માર્ચ ૨૦૧૯ના દિવસે ન્યુઝીલેન્ડમાં ક્રાઇસચર્ચમાં બે મસ્જિદ પર આતંકવાદી હુમલો કરાયો હતો જેમાં ૫૧ લોકોના મોત થયા હતા. પાંચ અન્ય પરિબળોમા ંસુધારો થતાં ન્યુઝીલેન્ડે વિશ્વભરમાં બીજા શાંતિપૂર્ણ દેશ તરીકે સ્થાન મેળવવી લેવામાં સફળતા મેળવી છે. યાદીમાં પોર્ટુગલ ત્રીજા અને ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે. ડેન્માર્ક પાંચમાં સ્થાન પર છે. યુરોપિયન દેશોનું પ્રભુત્વ આ યાદીમાં રહેલું છે. યુરોપ વિશ્વમાં સૌથી શાંતિપૂર્ણ ક્ષેત્ર તરીકે છે. કેટલાક વર્ષોમાં સ્થિતિ વણસી હોવા છતાં અહીં ઉલ્લેખનીય સુધારો થયો છે. આ પરિબળોમાં સુધારો છતાં યુરોપમાં એકંદરે રાજકીય પર્યાવરણ અનિશ્ચિત રહ્યું છે. રાષ્ટ્રવાદ અને આતંકવાદ જેવા ખતરાઓ રહ્યા છે જે શાંતિ સામે સંકટ સમાન છે. જાપાન જે વિશ્વ પાવરમાં નેતૃત્વ કરે છે તે આ યાદીમાં નવમાં સ્થાને અને જર્મની ૨૨માં, બ્રિટન ૪૫માં અને ફ્રાંસ ૬૦માં સ્થાને છે. અમેરિકા અને ઇરાન વચ્ચે વધતી તંગદિલીના લીધે અમેરિકામાં રાજકીય ધ્રુવીકરણની સ્થિતિ વધી ગઈ છે. આજકારણસર અમેરિકા ૧૨૮માં ક્રમાંકે ફેકાઈ ગયું છે. અમેરિકી લીડરશીપમાં વિશ્વાસ છેલ્લા પાંચ વર્ષમાં ઘટ્યો છે.

 

સૌથી શાંતિપૂર્ણ દેશો....

દેશ................................................................ક્રમ

આઈસલેન્ડ.................................................. પ્રથમ

ન્યુઝીલેન્ડ.................................................... બીજા

પોર્ટુગલ........................................................ ત્રીજા

ઓસ્ટ્રિયા....................................................... ચોથા

ડેન્માર્ક....................................................... પાંચમાં

કેનેડા............................................................. છઠ્ઠા

સિંગાપોર................................................... સાતમાં

સ્લોવેનિયા................................................. આઠમાં

જાપાન........................................................ નવમાં

ચેકગણરાજ્ય............................................... દસમાં

(7:31 pm IST)