મુખ્ય સમાચાર
News of Tuesday, 25th June 2019

કરોડપતિ કચોરીવાળો

વાર્ષિક વેપાર ૧ કરોડનોઃ કમાણી જોઇ ટેક્ષવાળા આશ્ચર્ય થયા

અલીગઢ, તા.૨૫: ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક કચોરી વેચવાવાળાની કમાણી જોઈને કોમર્શિયલ ટેકસ અધિકારીઓ પણ આશ્યર્યમાં પડી ગયા. અલીગઢમાં સીમા મૂવી થિયેટર પાસે મુકેશ કચોરીની દુકાન લોકો વચ્ચે ખૂબ જ ફેમસ છે. દુકાનનો માલિક સવારથી જ કચોરી સમોસા બનાવવાનું શરુ કરે છે અને દિવસભર વેચતા રહે છે. તમે કોઈપણ સમયે જાવ મુકેશની દુકાને તમને લાઈન જ જોવા મળે.

અત્યાર સુધી તો મુકેશની દુકાને બધુ જ બરાબર હતું પરંતુ કંઈક એવું બન્યું કે કોઈએ કોમર્શિયલ ટેકસ વિભાગમાં મુકેશની ફરિયાદ કરી દીધી. જે બાદ ટેકસ ઇન્સ્પેકટરની એક ટીમ મુકેશની કચોરીની દુકાન પાસે આવેલી એક બીજી દુકાન પર બેસી ગઈ અને સતત આખો દિવસ મુકેશની દુકાન પર નજર રાખી. આ દરમિયાન તેમને અંદાજો આવ્યો કે મુકેશનું વાર્ષિક ટર્નઓવર ૬૦ લાખથી ૧ કરોડ રુપિયા જેટલું છે.

જે બાદ મુકેશને વિભાગે નોટિસ ફટકારી કે તેમણે પોતાની દુકાન ઞ્લ્વ્ અંતર્ગત નોંધાવી નથી સાથે જ કોઈપણ પ્રકારનો ટેકસ પણ તેઓ ભરતા નથી. આ અંગે મુકેશે કહ્યું કે, મને તો આવી કોઈ જાણકારી જ નથી. હું તો છેલ્લા ૧૨ વર્ષથી કચોરીનો વેપાર કરું છું. મને કયારેય કોઈએ કહ્યું નથી કે આવી કોઈ ફોર્માલિટી કરવી જરુરી છે. અમે ખૂબ સામાન્ય લોકો છીએ જે કચોરી-સમોસા વેચી પોતાનું ઘર ચલાવે છે.

આ કેસની તપાસ કરતા સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના એક અધિકારીએ કહ્યું કે, 'મુકેશે તરત જ પોતાની આવક અંગે સ્વિકાર કરી લીધો અને અને કાચા માલ, તેલ, સીલિંડર વગેરે પર આવતો ખર્ચ અંગેનું બધુ જ વિવરણ આપી દીધું છે.' તમને જણાવી દઈએ કે નિયમ મુજબ જે પણ વેપારીનું વાર્ષિક ટર્નઓવર રુ.૪૦ લાખથી વધુ હોય તેમણે ઞ્લ્વ્ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે.

તેમજ તૈયાર ભોજન પર ૫ ટકા જેટલો ટેકસ પણ લગાવવામં આવે છે. સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોએ જણાવ્યું કે મુકેશે ઞ્લ્વ્ રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એક વર્ષનો ટેકસ પણ ભરવો પડશે. લ્ત્ગ્ના ડે. કમિશનર આર.પી.ડી. કૌંતેયે કહ્યું કે મુકેશને નોટિસ પણ બજાવી દેવામાં આવી છે.

(3:49 pm IST)