મુખ્ય સમાચાર
News of Tuesday, 25th June 2019

પ્રોપર્ટી માર્કેટમાં ગરમાવો

મુંબઇમાં સૌથી મોંઘી પ્રોપર્ટીડીલ થઇઃ ૩ એકરના પ્લોટનો ૨૨૩૮ કરોડમાં સોદો

જાપાનની કંપનીએ અધધ.. રકમ આપી કર્યો સોદો

મુંબઈ, તા.૨પઃ છેલ્લા ઘણા સમયથી મુંબઈનું પ્રોપર્ટી માર્કેટ ઠંડુ ચાલી રહ્યું છે. જાપાનની દિગ્ગજ કંપની સુમિટોમોએ બાન્દ્રા કુર્લા કોમ્પ્લેકસમાં ત્રણ એકરના પ્લોટ માટે રૂ. ૨૨૩૮ કરોડની બોલી લગાવીતા મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. આ ડીલ મુજબ એક એકર પ્લોટની કિંમત રૂ. ૭૪૫ કરોડ થાય, જે આખા દેશમાં પ્રતિ એકરની સૌથી મોંઘી ડીલ છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના એક સિનિયર ઓફિસરે જણાવ્યું કે એક માત્ર સુમિટોમોની બિડ આવી હતી. તેમણે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, 'અત્યારે આ બિડ પર અમે કામ કરી રહ્યા છે.'

ઉલ્લેખનીય છે કે આ પ્લોટ જિયો ગાર્ડનની બાજુમાં આવ્યો છે. મુંબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે આ પ્લોટ ખરીદનાર કોઈ મળ્યું નહતું. પ્રોપર્ટી માર્કેટના નિષ્ણાંત જણાવે છે, સુમિટોમોએ ગજબ ઊંચી કિંમત ચૂકવી છે. એ વાત પાક્કી છે કે તે BKC જેવા પ્રાઈમ કોમર્શિયલ લોકેશન પર પોતાની હાજરી નોંધાવવા માંગે છે. ૨૦૧૦માં આ પ્લોટની કિંમત પ્રતિ સ્કવેર મીટર રૂ. ૩.૪૪ લાખ નિશ્યિત કરવામાં આવી હતી. આ પહેલા MMRDAના વડાલામાં ૬.૨ એકરના પ્લોટ માટે લોઢા ગૃપે સૌથી ઊંચી રૂ. ૪૦૫૦ કરોડની બોલી લગાવી હતી. ત્યારે પ્લોટ પ્રતિ એકર રૂ. ૬૫૩ કરોડના ભાવે વેચાયો હતો. જે કે આ રકમ પાંચ વર્ષના ઈન્સ્ટોલમેન્ટમાં મળી હતી.

જાપાનની સુમિટોમો કંપની આ પ્લોટ પર કોમર્શિયલ ઓફિસ કોમ્પ્લેકસ બનાવવા માંગે છે. તેમાં કંપનીના ઈન્ડિયન યુનિટ્સ પણ હશે. આ ડીલ સુમિટોમોની રિયલ એસ્ટેટ કંપની દ્વારા ફાઈનલ કરાઈ છે. કંપની અત્યારે ભારતમાં ઓફિસ ભાડે આપીને કમાણી ઊભું કરવાનું પણ આયોજન કરી રહી છે. સુમિટોમો ઉપરાંત અન્ય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ જેવા કે બ્લેકસ્ટોન, બ્રૂકફિલ્ડ, સિંગાપોરની ઞ્ત્ઘ્, કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી વગેરેએ તગડી આવક ઊભી કરી આપે તેવા ઓફિસ પાકર્સ ખરીદવામાં સારુ એવું રોકાણ કર્યું છે. ભારતના સર્વિસ સેકટરમાંથી આ કંપનીઓને મોટી કમાણી થાય છે.

જાપાનની કંપનીનો મુંબઈમાં મોંઘો પ્લોટ ખરીદવો એ વડાપ્રધાન મોદી અને જાપાનના શિન્ઝો આબે વચ્ચે મજબૂત સંબંધોનો પણ બોલતો પુરાવો છે. સુમિટોમો જાપાનના સૌથી જૂના બિઝનેસ ગૃપમાનું એક છે. તે ભારત જાપાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરે તેવી આશા છે. સુમિટોમોના અનેક બિઝનેસ ભારત સાથે જોડાયેલા છે. તેમાં મિત્સુઈ ફાયનાન્શિયલ ગૃપ, ફચ્ઘ્ કોર્પોરેશન, નિપો સ્ટીલ વગેરેનો સમાવેશ થાય છે. સુમિટોમો માઝદા મોટર્સની પણ માલિકી ધરાવે છે. આ ડીલ પછી મુંબઈના ઠંડા પડેલા રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો પવન ફૂંકાવાની શકયતા છે. અત્યારે મોટાભાગના ડેવલપર્સને નાના દ્યર વેચવામાં પણ પસીનો વળી રહ્યો છે. ફગ્જ્ઘ્ સેકટરની કથળતી સ્થિતિને કારણે સર્જાયેલા લિકિવડીટી ક્રન્ચની સૌથી મોટી અસર મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટ પર પડી છે.

(1:14 pm IST)