મુખ્ય સમાચાર
News of Tuesday, 25th June 2019

નેશનલ કોન્ફરન્સના નેતા અલી મોહમ્મ્દ સાગરે આતંકી બુરહાન વાનીને શહીદ ગણાવતા વિવાદ

કહ્યું કે ભાજપને ત્રાલમાંથી મત મળ્યા જ્યાંથી બુરહાન વાની અને જાકીર મુસા શહીદ થયો.

જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ ધારાસભ્ય અલી મોહમ્મદ સાગરે આતંકી બુરહાન વાની અને જાકિર મુસાને શહીદ ગણાવતા વિવાદ થયો છે.

  તેમણે પુલવામામાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, એવી વિડંબના છે કે, ભાજપને ત્રાલમાંથી મત મળ્યા જ્યાંથી બુરહાન વાની અને જાકીર મુસા શહીદ થયો.

   સાગર અલીના આ પ્રકારના નિવેદન બાદ અનસી વિરોધીઓના નિશાને આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે  સેનાએ ૨૪મી મેના રોજ ગજાવત ઉલ હિંદના પ્રમુખ જાકિર મુસાને ઠાર કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ અલી સાગરે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. જેના કારણે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

(12:18 pm IST)