News of Monday, 25th June 2018
મેડમ તુષાદ મ્યુઝિયમમાં બાબા રામદેવ વૃક્ષાસન મુદ્રામાં જોવા મળશે
સ્ટુડિયોની ટીમે રામદેવજીની લીધી મુલાકાત :કદ-કાઠી અને ચહેરાના હાવભાવ રેકોર્ડ કરાયા
નવી દિલ્હી :યોગગુરુ અને પતંજલિ યોગપીઠના સર્વેસર્વા બાબા રામદેવ હવે પ્રસિદ્ધ મેડમ તુસાદ મ્યૂઝિયમમાં પણ જોવા મળશે. ટૂંક સમયમાં જ તેમનું વેક્સ સ્ટેચ્યૂ નવી દિલ્હી સ્થિત મ્યૂઝિયમમાં લગાવવામાં આવશે
આ માટે લંડનમાં રહેલા રામદેવની મેડમ તુસાદ સ્ટૂડિયોની ટીમે મુલાકાત કરી હતી. આ સાથે જ તેમના કદ-કાઠી અને ચહેરાના હાવભાવને પણ રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં બાબા રામદેવની જે મૂર્તિ મ્યૂઝિયમમાં લગાવવામાં આવશે. તે વેક્સ સ્ટેચ્યૂ જ હશે. જેમાં તેઓ વૃક્ષાસન મુદ્રામાં જોવા મળશે.
(12:57 am IST)