મુખ્ય સમાચાર
News of Monday, 25th June 2018

સંસદના મોનસુન સત્રનો ૧૮ જુલાઇથી પ્રારંભ

ત્રિપલ તલાક સહિત અનેક વિધેયકો પર નજર

નવીદિલ્હી, તા.૨૫: કેન્દ્રીયમંત્રી અનંતકુમારે જાણકારી આપીકે સંસદનું મોનસુન સત્ર આવતા મહિને ૧૮ જુલાઇએ શરૂ થશે. આ સત્ર ૧૮ જુલાઇથી ૧૦ ઓગસ્ટ સુધી ચાલશે. આજે સંસદ ભવનમાં કેબિનેટ કમિટિ ઓન પાર્લામેન્ટ્રી અફેયર્સની બેઠક યોજાઇ જેમાં ગૃહમંત્રી રાજનાથસિંૅહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ ઉપરાંત રામવિલાસ પાસવાન અને પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યા.

ઉલ્લેખનીય છે કે, બજેટ સત્ર સંપૂર્ણ રીતે વિપક્ષના હોબાળાના કારણે ધોવાય ગયું હતું જેના કારણે અનેક મહત્વપૂર્ણ બિલ પાસ થઇ શકયા નહિ બજેટ સત્રમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો, આધ્રેપ્રદેશને વિશિષ રાજયનો દરોજો સહિત અનેક મુદ્રા અંગે વિપક્ષે જોરદાર હોબાળો કર્યા હતો.

આ સત્રમાં કુલ ૧૮ કામકાજના દિવસો હશે. આ દરમ્યાન ઓબીસી માટે રાષ્ટ્રીય આયોગને સંવૈધાનિક દર્જનું બિલ, ત્રિપલ હીલાંક બિલ ટ્રાન્સ્જડર બિલ પર સૌની નજર ટકેલી છે.(૨૨.૧૨)

(7:26 pm IST)