મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

દેશના પ્રતિષ્ઠિત સરકારી સંગઠનમાં યુવાનોને નોકરીની તક : દર મહિને 54,000નો પગાર

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશમાં પડી ભરતી: પરીક્ષાની જરુર નહીં, 13 જુનથી 15 જુનની વચ્ચે જોધપુરમાં વોક ઈન ઈન્ટરવ્યુ યોજાશે

નવી દિલ્હી : દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)માં કામ કરવાની સારી તક છે. ડીઆરડીઓએ રિસર્ચ એસોસિએટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ માટે માસિક 54,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. 

રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો આપેલ તારીખ અને સમયે વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. ઉમેદવારોએ 13 જૂનથી 15 જૂન, 2022 સુધી વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં ડિફેન્સ લેબોરેટરી, રતનદા પેલેસ, જોધપુર -342 011 (રાજસ્થાન)ના સરનામાં પર હાજર રહેવાનું રહેશે. આ જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 3 છે જ્યારે મહત્તમ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવી છે ફેલોશિપનો સમયગાળો 2 વર્ષનો રહેશે.

રિસર્ચ એસોસિએટને દર મહિને 54,000 રૂપિયા પગાર મળશે. એચઆરએ અને મેડિકલ સુવિધાઓ પણ નિયમ મુજબ આપવામાં આવશે.

જરૂરી લાયકાત અને વયમર્યાદા

રિસર્ચ એસોસિએટની આ જગ્યાઓ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂમાં માત્ર એવા જ ઉમેદવારો હાજર રહી શકે છે જેમની પાસે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અથવા મટિરિયલ સાયન્સમાં પીએચડીની ડિગ્રી છે. આ સિવાય ઉમેદવારોને રિસર્ચ, ટીચિંગ અથવા ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા

ઇન્ટરવ્યૂની તારીખ પ્રમાણે ઉમેદવારોની ઉંમર 35 વર્ષ હોવી જોઇએ. સાથે જ એસસી/ એસટી/પીએચ માટે મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષ અને ઓબીસી ઉમેદવારો માટે 3 વર્ષ સુધીની છૂટ આપવામાં આવશે. તમને જણાવી દઇએ કે, એસ.સી./એસ.ટી. અનુસૂચિત જનજાતિ/ ઓબીસી ઉમેદવારોએ સક્ષમ ઓથોરિટી દ્વારા જારી કરાયેલ મૂળ જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.ઉમેદવારોને વય, શૈક્ષણિક લાયકાત અને અનુભવથી સંબંધિત અસલ પ્રમાણપત્ર સબમિટ કરવાની સલાહ આપવામાં આવે છે. સરકારી/જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ)/સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા ઉમેદવારોએ વર્તમાન નોકરીદાતા દ્વારા જારી કરાયેલ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) રજૂ કરવાનું રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટ https://www.drdo.gov.in/ની મુલાકાત લેવી. 

(8:48 pm IST)