મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

દિલ્હીમાં ખેડૂત આંદોલન સમયે ધ વાયરમાં પ્રકાશિત સમાચાર વિરુદ્ધ નોંધાયેલી FIR અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરી : લોકોને ઉશ્કેરે તેવું કોઈ લખાણ જોવા મળ્યું નથી : ધ વાયરના સ્થાપક સંપાદક સિદ્ધાર્થ વરદરાજન, તથા પત્રકાર ઈસ્મત આરા આરોપ મુક્ત

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે ધ વાયરના સ્થાપક સંપાદક સિદ્ધાર્થ વરદરાજન અને તેના રિપોર્ટર ઈસ્મત આરા વિરુદ્ધ દિલ્હીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન એક અંદોલનકારીના  મૃત્યુ અંગેના અહેવાલના સંબંધમાં નોંધાયેલ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) ન્યાયમૂર્તિ અશ્વની કુમાર મિશ્રા અને રજનીશ કુમારની ખંડપીઠે રદ કરી છે.

વાયરમાં પ્રકાશિત સમાચાર આઇટમમાં કોઈ અભિપ્રાય અથવા નિવેદન મળ્યું નથી જે લોકોને ઉશ્કેરવા અથવા ઉશ્કેરવાની અસર કરી શકે.

નામદાર કોર્ટે નોંધ્યું હતું કે આરોપો કલમ 153B (અભિક્ષેપ, રાષ્ટ્રીય એકીકરણ માટે પ્રતિકૂળતા) અને 505(2) (વર્ગો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવા અથવા પ્રોત્સાહન આપતા નિવેદનો) હેઠળ ગુનાના કમિશનને જાહેર કરતા નથી. તેથી, તે કાયદાની નજરમાં ટકાઉ નથી અને રદ કરવા યોગ્ય છે.

આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, "આ કોર્ટ સમક્ષ એવું કંઈપણ લાવવામાં આવ્યું ન હતું કે એવી કોઈ ખલેલ કે હુલ્લડો થયો હોય જે અરજદારોના સમાચાર/ટ્વીટના પ્રકાશનને કારણે જાહેર અવ્યવસ્થા પર કોઈ અસર કરી શકે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)