મુખ્ય સમાચાર
News of Monday, 25th May 2020

દેશભરમાં આંતરરાજ્ય વિમાન સેવાનો પ્રારંભ થયો

નવી ગાઇડલાઇન સાથે ૨ મહિના વિત્યા પછી ફરી વિમાનો ઉડવા લાગ્યા : મહારાષ્ટ્ર, પ.બંગાળ, તામિલનાડુ જેવા કેટલાક રાજ્યોએ વિમાન સેવા શરૂ કરવાનો વિરોધ કર્યો

નવી દિલ્હી તા. ૨૫ : કોરોનાના લીધે દેશ લોકડાઉનના ચોથા ચરણમાથી પસાર થઇ રહ્યું છે. ૨ મહિના બાદ દેશના વિવિધ રાજયોમાં હવાઈ સેવાનો પ્રારંભ થયો છે. એવામાં દિલ્હી આ આવેલ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ભુવનેશ્વર માટેની ફલાઇટ શરૂ કરવામાં આવી છે.

ફલાઇટના યાત્રીઓની થરમાં સ્ક્રીનિંગ થઇ છે. સાથે જ એરલાઇન તરફથી દરેક ને ફેસ માસ્ક ઉપલબ્ધ કરવામાં આવ્યા. સાથે જ ફલાઇટ અટેન્ડેન્ટ પીપીઈ કીટ પહેરેલા જોવા મળ્યા. ડોમેસ્ટિક એરલાઇન્સ શરૂ થયા બાદ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૩ પર યાત્રીઓની લાઈન જોવામાં આવી. દિલ્હી એરપોર્ટથી ચાલેલી ફલાઇટ જયારે હવે પુણે પહોંચી તો એક યાત્રીએ કહ્યું કે હું યાત્રાથી પહેલા ખુબજ નર્વસ જોવા મળી રહયા હતા. પરંતુ દરેક યાત્રી સાવધાની રાખી રહ્યા છે. તેઓએ કહ્યું હજુ અમુક જ યાત્રીઓ વિમાનથી સફર કરી રહયા છે.

તામિલનાડુના ચેન્નાઇ એરપોર્ટ પર પણ વિમાન સેવા શરૂ કર્યા બાદ યાત્રીઓની લાઈન જોવા મળી. આ દરમ્યન સોસોયલ ડિસ્ટનસિંગનું પાલન કરવામાં આવ્યુ. ચેન્નાઈમાં દિવસભરમાં ફકત ૨૫ યાત્રીઓને જ જવાની મંજૂરી આપવામાં આવી છે.આ ઉપરાંત મુંબઈમાં ફકત ૨૫ મુસાફરો સફર કરશે.

દિલ્હી એરપોર્ટ પર કોઈ પણ સંક્રમણની રોકથામ અને ઓછમાં ઓછા સંપર્કમાં આવવા માટે અલગ અલગ પ્રવેશ ગેટ પર ૨૪ સ્કેન એન્ડ ફલાઈ મશીન લગાવામા આવી છે.આ ઉપરાંત કાઉન્ટર પર પણ બેગેજ ડ્રોપની સુવિધા ઉપલબ્ધ છે. સામાજિક દુરીના નિયમના પોસ્ટર લગાવામાં આવ્યા છે.

વિમાની ઉડ્ડયન કરનાર માટે ફરજીયાત '' સેલ્ફ ડેકલેરેશન ફોર્મ''

આજથી દેશભરમાં આંતરીક વિમાની ઉડ્ડયન સેવાઓ શરૂ થઇ ગઇ છે. પ્રથમ વિમાન સવારે ૪ાા વાગે દિલ્હીથી પૂણેનું ઉડયુ હતુ. દરેક મુસાફર માટે કોરોના સંદર્ભે ''સેલ્ફ ડેકલેરેશન'' ફોર્મ ભરવુ ફરજીયાત છે. તેની જાહેર થયેલ નકલ (ન્યુઝ ફર્સ્ટ)

(3:00 pm IST)