મુખ્ય સમાચાર
News of Monday, 25th May 2020

તિડના ઝુંડ ઉપર ડ્રોનથી પેસ્ટીસાઇડ છંટાશેઃ ૧૫ જૂનથી નવા ઝુંડ ફરી ત્રાટકશે

જોધપુરઃ પાકિસ્તાનથી આવી રહેલ તિડના ઝુંડો ઉપર હવે ડ્રોનથી દવાનો છંટકાવ એર સર્વિલાંસની સાથે કરાશે. તેના માટે રોટેટરી વિંગવાળા ડ્રોનમાં ઉપયોગમાં આવી શકશે. જે પે લોડ સહિત વધુમાં વધુ ૨૫ કિલો વજન લઇ જઇ શકશે. સરકારના કૃષિ વિભાગે તે અંગે મંજુરી આપી દીધી છે.

દરેક અઠવાડીયે ડ્રોન ફલાઇટનો રિપોર્ટ આપવાનો  રહેશે. કોવિડ-૧૯ના મામલા બાદ આ પહેલીવાર હશે જ્યારે એવીએશન વિભાગે કૃષિ વિભાગને ડ્રોનની મંજુરી ૨૪ કલાકમાં આપી હોય. ડ્રોનના ઉપયોગ માટે ફરીદાબાદ સ્થિત પાદપ સુરક્ષા, સંગરોધ અને ભંડારણ નિર્દેશાલયને તેની નોડલ એજન્સી બનાવાઇ છે. જોધપુર સ્થિત તિડ ચેતવણી સંગઠને આ નિર્દેશાલય હેઠળ આવે છે. બધા ડ્રોનને યુનિક આઇડી નંબર અથવા ડ્રોન એકનોલેજમેન્ટ નંબર અપાશે. દેશમાં પહેલીવાર તિડનો નાશ કરવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ગત વર્ષે ડ્રોનથી દવાના છંટકાવની જરૂરીયાત ઉભી ન થયેલી.

ડ્રોનના ઉપયોગથી તિડના સાચા લોકેશન  અને કેવડા વિસ્તારમાં ફેલાયેલી છે. તેની સચોટ માહિતી મળશે. ડ્રોનને ઉંચાઇ ઉપર લઇ જઇશે. તિડના ઝુંડ ઉપર પેસ્ટ્રીસાઇડનો છંટકાવ કરાશે. જે જમીન ઉપરથી ટ્રેકટર દ્વારા થતા છંટકાવથી વધુ અસરકારક રહેશે. કેમ કે  તિડ જમીનથી ઘણી ઉંચે ઉડી શકે છે તેથી ડ્રોનથી છંટકાવ જરૂરી છે.

(2:59 pm IST)