મુખ્ય સમાચાર
News of Monday, 25th May 2020

અડધી રાત સુધી ઉધ્ધવની રાહ જોતા રહયા પિયુષ ગોયલ પણ મુસાફરો-ટ્રેનોનું લીસ્ટ મળ્યું નહિ!

મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે રવિવારે દિવસ આખો પ્રવાસી મજુરો માટે ટ્રેનના મુદ્દે રાજકારણ ગરમાયેલુ રહયું

મુંબઇ, તા., રપઃ કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયેલે પોતાના રેલ્વે મંત્રી પોતાના ટવીટ થ્રેડમાં જણાવ્યું કે જયારે કોઇ રાજય ટ્રેનોની માંગ કરે છે તો તેમણે મુસાફરોનું લીસ્ટ પણ દેવું પડે છે. તેના પરથી રેલ્વે કયાં સ્ટેશન સુધી કેટલા મુસાફરો જશે તેનું તારણ કાઢી ટ્રેનની તેયારી કરી શકે. ગઇકાલે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આ મામલે રાજકારણ ગરમાયેલુ રહયું હતું. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ૨૦૦ ટ્રેનો પ્રવાસી મજદુરો માટે માંગી હોવાનું જણાવી આ મામલે રેલ મંત્રાલય ઢીલ રાખી રહયાનો આક્ષેપ કર્યો હતો.

પિયુષ ગોયેલે પોતાના ટવીટર માધ્યમથી જણાવ્યું કે આખી રાત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉર્ધ્ધવે ઠાકરેની રાહ જોતા રહયા પરંતુ મોડે સુધી તેમના તરફથી મુસાફરોની કોઇ યાદી મળી નથી. પિયુષ ગોયેલે ઉમેર્યુ જયારે કોઇ રાજય ટ્રેનની માંગણી કરે છે ત્યારે મુસાફરોની યાદી પણ આપવી પડે છે જેથી રેલતંત્ર આ માટે આગોતરી તૈયારી કરી શકે પરંતુ રપ મીના રાત્રે ૧ર વાગ્યા સુધી આવું કોઇ લીસ્ટ મળ્યું નથી. કેટલાક કિસ્સાઓમાં ટ્રેનો ખાલી દોડયાનું પણ બન્યું છે  માટે જ અત્યાર સુધીમાં ૬૫ ટ્રેન રદ કરવામાં આવી છે. રેલ્વેએ અત્યાર સુધીમાં દરરોજ ૫૨૦ ટ્રેનો દોડાવી છે. આ ટ્રીપો મારફત ૭,૩ર,૧૬૬  પ્રવાસી મજુરોને તેમના વતમાં પહોંચાયા છે.

રેલ્વેના કથન મુજબ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કેરલ, રાજસ્થાન અને ઓડીસ્સા શ્રમીક સ્પેશ્યલ ટ્રેનોને મંજુરી આપવા માટે આનાકાની કરી રહયા છે. મહારાષ્ટ્રના કેટલાય શહેરોથી માંગણી મુજબ ટ્રેનો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ર૪ મેના મહારાષ્ટ્ર સરકારના કહેવા ઉપર રેલ્વેએ ૧૨૫ ટ્રેનોની વ્યવસ્થા કરી અને સરકાર પાસેથી શ્રમીકોની માહીતી માંગી પરંતુ રાત સુધી આવુ કોઇ લીસ્ટ તેમને પુરૂ પાડવામાં આવ્યું નથી.  રાત્રે ર વાગ્યે પિયુષ ગોયેલે ટવીટ કરી કહયું કે મહારાષ્ટ્રથી દોડવાવાળી ૧૨૫ ટ્રેનોનું લીસ્ટ કયાં છે? હજુ સુધી અમને માત્ર ૪૬ ટ્રેનોનું લીસ્ટ મળ્યું છે. જેમાં પ બંગાળની અને ઓરીસ્સાની છે. અમ્ફાન તોફાનને કારણે બંગાળ અને ઓરીસ્સામાં ટ્રેન ચલાવી શકાય તેમ નથી. અમે ૧રપ ટ્રેનો માટે તૈયાર હતા પરંતુ ૪૬ ટ્રેનો નોટીફાય કરી શકયા છીએ. રેલ અને વાણીજય મંત્રી પિયુષ ગોયલના નજીકના સુત્રોનું કહેવું છેકે કોરોના કાળમાં અમે સતત રાત્રે પણ કામ કરી રહયા છીએ. સુવાનો સમય બહુ ઓછો મળે છે.

(2:58 pm IST)