મુખ્ય સમાચાર
News of Sunday, 24th May 2020

હવે પછીના 10 દિવસમાં 36 લાખ શ્રમિકોને ઘેર પહોંચાડવા 2600 ટ્રેન દોડશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દેશના અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા લગભગ 36 અલખ શ્રમિકો મજૂરોને તેમના રાજ્યમાં ઘેર પહોંચાડવા માટે 2600 શ્રમિક ટ્રેનો દોડાવી ચૂકેલ છે

 રેલવે બોર્ડના ચેરમેન શ્રી યાદવે કહ્યું હતું કે 1 લી મેંએ સહુ પ્રથમ 4 શ્રમિક ટ્રેનો દોડાવાયેલ,છેલ્લા કેટલાક દિવસોથમાં રોજ 260 ટ્રેનો દોડાવી છે

 તેમણે કહ્યું કે આગમી 10 દિવસમાં બીજી 2600 ટ્રેનો દ્વારા આટલા જ વધુ લોકોને તેમના ઘરે પહોચાડાશે

 તેમણે કહ્યું રાજ્યોમાં અંદર પણ ટ્રેનો ચલાવી શકાય છે જેનાથી 10 -12 લાખ લોકો મુસાફરી કરી શકશે

 આવતા 10 દિવસમાં ગુજરાત,આંધ્ર,બિહાર,છત્તીસગઢ,દિલ્હી ગોવા હરિયાણા ,જમું-કાશ્મીર,કર્ણાટક,કેરળ,મ,પ્રદેશ,મહારાષ્ટ્રમ,પંજાબ,રાજસ્થાનમા તેલંગાણા,ત્રિપુરા યુપી અને ઉત્તરાખંડથી આ ટ્રેનો આસામ ,બિહાર,છત્તીસગઢ,ગુજરાત,જમ્મુ-કાશ્મીર,કર્ણાટક,ઝારખંડ,કેરળ,મણિપુર,ઓડિસા ,રાજસ્થાન,તામિલનાડુ ઉત્તરાખંડ ત્રિપુરા ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં જશે

(12:05 am IST)