મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

યુ.એસ,ની રોચેસ્ટર ઇન્સ્ટીટયુટના ડીન તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી મેનિયન રામકુમારની નિમણુંક

ન્યુયોર્કઃ યુ.એસ.ની ન્યુયોર્ક સ્થિત રોચેસ્ટર ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ડીન તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી મેનિયન રામકુમારની નિમણુંક થઇ છે.

તેઓ આ ઇન્સ્ટીટયુના ગ્રેજ્યુએટ છે તેમજ ફેકલ્ટી મેમ્બર તરીકે સેવાઓ આપી ચૂકયા છે. ઉપરાંત વચગાળાના ડીન તરીકે પણ જવાબદારી સંભાળી ચૂકયા છે.

આ ઇન્સ્ટીટયુટમાં છેલ્લા ૩૦ વર્ષથી જોડાયેલા શ્રી રામકુમારએ ડીન તરીકે નિમણુંક મળવા બદલ ખુશી વ્યકત કરી છે.

(8:47 pm IST)