મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

સતત ૬ઠ્ઠા દિવસે ડીઝલ-પેટ્રોલના ભાવોમાં વધારો

આજે કિંમતમાં વધારો નોંધાયો એવો છઠ્ઠો દિવસ છે

નવીદિલ્હી, તા.૨૫: લોકસભા ચૂંટણીના પરિણામના બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. આજે કિંમતમાં વધારો નોંધાયો હોય એવો સતત છઠ્ઠો દિવસ છે. દિલ્હીમાં શનિવારે સવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૧૪ પૈસાનો અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ૧૨ પૈસાનો વધારો જોવા મળ્યો છે. અંતિમ તબક્કાનું મતદાન થતા જ આ કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ૧૯ મેના દિવસે પેટ્રોલની કિંમત ૭૧.૦૩ રૂપિયા પ્રતિ લીટર હતી જે ૨૫ મેના દિવસે વધીને ૭૧.૫૩ રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોંચી ગઈ છે.

(3:15 pm IST)