મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

જયાં જયાં પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો ત્યાં ત્યાં કોંગ્રેસની થઈ કારમી હાર

નવી દિલ્હી, તા.૨પઃ આ સંયોગ જ છે કે જયાં જયાં પ્રિયંકાએ પ્રચાર કર્યો છે તે તમામ બેઠકો પર કોંગ્રેસની હાર થઈ છે. લોકસભાના પરિણામ છે.

પ્રિયંકાએ ઉત્તર પ્રદેશની ૦૧૨ બેઠકો પર પ્રચાર કર્યો હતો જેમાંથી ૧૧ બેઠકો પર કોંગ્રેસની કારમી હાર થઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ આસામ, સિલ્ચર, હરિયાણા, અંબાલા, હિસાર, રોહતકમાં પ્રચાર કર્યો હતો. તેણે દિલ્હી, મધ્યપ્રદેશ, રતલામ, ઇંદોર અને હિમાચલ પ્રદેશના મંડીમાં પ્રચાર કર્યો હતો. જોકે, આ તમામ બેઠકો પર કોંગ્રેસને નિરાશા હાથ લાગી છે.

પૂર્વ યુપીમાં કોંગ્રેસનો સફાયોપ્રિયંકા ગાંધી પૂર્વી યુપીના પ્રભારી હતા. જોકે, આ વિસ્તારમાં કોંગ્રેસનો સફાયો થયો છે. ગાંધી પરિવારના ગઢ જેવી બેઠક અમેઠીમાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત કુશીનગર, બારાબંકી, કાનપુર, ફેતપુર સિકરી, ઝાંસી, પ્રતાપગઢ, જૌનપુર, સુલ્તાનપુર, બસ્તી વિસ્તારમાં હારનો સામનો કરવો પડયો છે.

ગઠબંધનમાં સ્થાન ન મળવાના કારણે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી હતી. ૮૦માંથી ૬૭ સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. અને રાય બરેલીની સોનીયાજીની એક માત્ર બેઠક કોંગ્રસ જીત્યું હતું. કોંગ્રેસ પ્રિયંકાનો સામનો કરી અને પોતાની જમીન શોધવામાં લાગેલી હતી જોકે, આવું કઈ પણ જોવા મળ્યું નહોતું.

(3:10 pm IST)