મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

મોદી લહેર છતાં નેશનલ કોન્ફ્રન્સ અને ડીએમકેના તમામ ઉમેદવારોની જીત :100 ટકા સફળતા મળી

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં નરેન્દ્રભાઈ  મોદીની સુનામીની આગળ કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરની 6 લોકસભા સીટોમાંથી નેશનલ કૉન્ફરન્સે ત્રણ સીટો પર ચૂંટણી લડી હતી અને ત્રણે સીટો પર જીત મેળવ. આ રીતે પાર્ટીઓ 100 ટકા સફળતાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.જયારે તમિલનાડુમાં ડીએમકેએ 23માંથી તમામ 23 સીટો પર જીત મેળવી છે ડીએમકે સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસને 8 સીટો પર જીત મળી છે .

(2:11 pm IST)