મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

સુરત અગ્નિકાંડ : ક્લાસ સંચાલક અને મુખ્ય આરોપી ભાર્ગવ ભૂટાનીની ધરપકડ : ત્રણ વ્યક્તિઓ સામે ગુન્હો

બિલ્ડીંગ માલિકો હરસુલ વેકરીયા અને જીગ્નેશ પાડઘારસામે ગુન્હો નોંધીને શોધખોળ

સુરતના સરથાણામાં ક્લાસીસમાં ખેલાયેલ અગ્નિકાંડ મામલે ક્લાસ સંચાલક બારગાવ ભૂટાનીની ધરપકડ કરાઈ છે સુરતમાં થયેલી ભીષણ આગની દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા બાદ સુરત પોલીસ કમિશ્નરે આ સમગ્ર ઘટનાક્રમમાં થયેલી તપાસ કામગીરી અને અન્ય બાબતો અંગેની સત્તાવાર જાણકારી આપી હતી

   સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્માએ એક પત્રકારપરિષદ કરીને જણાવ્યું હતું કે, 'આ દુર્ઘટના ગતરોજ તારીખ 24મૅ, 2019ના રોજ આશરે બપોરે 3.30 કલાકે સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા બિલ્ડીંગ ખાતે ઘટી હતી.
   આ ઘટનામાં 20 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે અને 20 ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે. જરૂરી બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ, ગત મોડી રાત્રે આ મામલે આઈપીસીની ધારા-304, 308 અને 108 અંતર્ગત સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

 આ ઘટનાક્રમમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જે પૈકી બે : હરસુલ વેકરીયા અને જીગ્નેશ પાડઘાર આ તક્ષશિલા બિલ્ડિંગના માલિકો છે, જયારે ભાર્ગવ  ભૂટાની આ કલાસિસનો નો મલિક છે. ભાર્ગવ મુખ્ય આરોપી છે, જેની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવીછે.

(1:06 pm IST)