મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

ચૂંટણીમાં વિજય બાદ સની દેઓલને હેન્ડપંપ ગિફ્ટ કરાયો

સની દેઓલે કોંગ્રેસનાં ઉમેદવાર સુનીલ કુમાર જાખડને તેણે 77,009 વોટથી હરાવ્યા

નવી દિલ્હી ;ફિલ્મ અભિનેતા સની દેઓલની લોકસભા ચૂંટણીમાં જીત બાદ સોશિયલ મીડિયા પર તેની એક તસવીર વાયરલ થઇ રહી છે આ તસવીરમાં બધા સની દેઓલને હેન્ડપંપ ગિફ્ટ કરી રહ્યાં છે

  એક્ટર સની દેઓલ ભારતીય જનતા પાર્ટીની ટીકિટથી ગુરદાસપુર સીટ પર જીત મેળવી છે.  ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર સુનીલ કુમાર જાખડને તેણે 77,009 વોટથી હરાવી દીધા છે. સની દેઓલે આ સીટ પર વિનોદ ખન્નાનાં વારસાને આગળ વધારવાનું કામ કર્યુ છે.
  સની દેઓલ આ જીત બાદ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા તેમને હેન્ડપંપ આપવામાં આવ્યું હતું જે તસવીર વાયરલ થઇ રહી છે

(12:00 am IST)