મુખ્ય સમાચાર
News of Friday, 25th May 2018

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સક્રિય :લક્ષદ્વીપ, કેરળ,તામિલનાડુ પુડુચેરી, કર્ણાટક સહીત દેશના કેટલાક ભાગોમાં વરસાદ

બેથી ત્રણ દિવસમાં આંધ્ર, તેલંગણામાં પહોંચશે:લક્ષદ્વીપ, કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ

 

નવી દિલ્હી :દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સક્રિય થયું છે જેના કારણે લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટક સહિત દેશના અનેક ભાગોમાં છેલ્લાં ૨૪ કલાકમાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે અને આગામી બેથી ત્રણ દિવસમાં આંધ્ર, તેલંગણામાં પહોંચી જવાની આગાહી કરાઈ છે

  ચોમાસુ દક્ષિણ અંદામાન સાગરકાંઠો, નિકોબાર દ્વીપસમૂહ અને બંગાળના અખાતથી આગળ વધ્યું છે. હવામાન વિભાગ (આઇએમડી) આગાહી કરી છે કે હવાના નીચા દબાણ અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન્સને કારણે રાયલસીમા, આંધ્રપ્રદેશના દરિયાઇ વિસ્તાર અને તેલંગણામાં હળવો વરસાદ પડશે

    આઇએમડીના વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે 'દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દક્ષિણ અંદામાનના અનેક વિસ્તારોમાં આગળ વધ્યું છે. આમ, હવે દક્ષિણ આરબ દરિયા, કોમોરિન-માલ્દીવ્સના વિસ્તારો, બંગાળના અખાત, ઉત્તરી અંદામાનનો દરિયો અને બંગાળના અખાત તેમજ અંદામાન દ્વીપસમૂહોના અનેક ભાગોમાં ચોમાસુ આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો ઊભા થયા છે

    આગામી ૪૮ કલાકમાં દક્ષિણ આરબના દરિયા, લક્ષદ્વીપ, કોમોરિન વિસ્તાર, દક્ષિણ કેરળ, દક્ષિણ તમિલનાડુ અને બંગાળના અખાત જેવા વિસ્તારમાં પણ ચોમાસુ આગળ પહોંચી શકે છે. લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં છેલ્લાં ૨૪ કલાકમાં અનેક સ્થળોએ વરસાદ પડતા લોકોમાં ખુશીનું મોજું ફેલાયું છે. લક્ષદ્વીપ, કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયું છે. અનેક સ્થળોએ ૮૦ એમએમથી ૭૬. એમએમ સુધી વરસાદ ખાબકી ગયો છે.

(12:54 am IST)