મુખ્ય સમાચાર
News of Friday, 25th May 2018

અલ્હાબાદમાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાં ગરમીના કારણે શ્વાસ રૂંધાવાથી 6 મહિનાની બાળકીનું મોત

યાત્રીઓએ સ્ટેશન પર ભારે હોબાળો કર્યો: રેલ્વેએ કોઇ પણ પ્રકારની લાપરવાહી થયાનો ઇન્કાર કર્યો

 

લખનઉ : ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદમાં ખીચોખીચ ભરેલી રેલ્વેમાં વધારે ગરમીનાં કારણે 6 મહિનાની બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકી બ્રહ્મપુત્ર મેલનાં સ્લીપર કોચમાં પોતાનાં માતા-પિતા સાથે જઇ રહી હતી. પીડિતનાં પરિવારનો આરોપ છે કે રેલ્વેનો કોચ યાત્રીઓથી ભરાયેલો હતો. ખુબ ગરમીનાં કારણે શ્વાસ રૂંધાવાથી બાળકીનાં મોત નિપજ્યુ હતું જો કે રેલ્વેએ કોઇ પણ પ્રકારની લાપરવાહી થઇ હોવાનો ઇન્કાર કર્યો છે

  રેલગાડી અસમનાં ડિબ્રૂગઢથી દિલ્હી જઇ રહી હતી બાળકીનાં મોતથી વ્યથીત પરિવારજનોનો આરોપ છે કે રેલગાડી અલ્હાબાદમાં બે કલાકથી વધારે સમય સુધી રોકાઇ હતી. જેમાં બાળકીની પરિસ્થિતી ખરાબ થઇ હતી. સહ યાત્રીઓએ આરોપ લગાવ્યો કે ડોક્ટર્સની મદદ માટે અપીલ કરવામાં આવી હોવા છતા ટ્રેન ટિકિટ કલેક્ટર સહિત કોઇએ પણ  ધ્યાન આપવાનો ઇન્કાર કરી દીધો હતો જ્યારે રેલ્વે અલ્હાબાદ પહોંચી, તો યાત્રીઓએ હોબાળો કર્યો, ત્યાર બાદ રેલ્વે અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો હતો

. પરિવાર ઉત્તરપ્રદેશનાં મુગલસરાય જિલ્લામાંથી છે.યાત્રીઓએ જણાવ્યું કે, સવારે આશરે સાડા 8 વાગ્યે તેમણે રેલ્વે કર્મચારીઓને જણાવ્યું કે,બાળકોની તબિયત ખરાબ છે. યાત્રી બાળકીને લઇને ડફરિન હોસ્પિટલ ગઇ હતી જ્યાં ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરામાં આવી હતી. બાળકીનાં મોત અંગે યાત્રીઓએ સ્ટેશન પર ભારે હોબાળો કર્યો. બીજી તરફ ઘટનામાં રેલ્વે કોઇ પણ પ્રકારની ચુકનો ઇન્કાર કરી રહી છે

   ઉત્તરમધ્ય રેલ્વેનાં પીઆરઓ અમિત માલવીયએ જણાવ્યું કે, યાત્રીઓ બિહારનાં ભભુઆનાં રહેવાસી છે. તેમણે સવારે 8.38 વાગ્યે અલ્હાબાદ જંક્શન પર ડેપ્યુટી એસએચ કોમર્શિયલનો સંપર્ક કરીને જણાવ્યું કે બાળકીની તબિત ખરાબ છે. ડોક્ટર મહેશ સ્ટેશન પર પહોંચ્યા પરંતુ ત્યા સુધીમાં યાત્રીઓ બાળકીને લઇને ડફરિન હોસ્પિટલ પહોંચી ચુક્યા હતા.

(11:35 pm IST)