મુખ્ય સમાચાર
News of Friday, 25th May 2018

પેટ્રોલના વધતા ભાવો અંગે બચ્ચન કોંગ્રેસની ઝપટે

મુંબઇ કોંગ્રેસે બરાબર દાવ લીધો :પેટ્રોલના ભાવ ૭૩ હતા ત્યારે બરાડા પાડતા હતાઃ હવે ૮૬ જેવો ભાવ છે તો કાં ચૂપ ?

મુંબઇ તા. રપ :.. ભાજપાના નેતૃત્વવાળી સરકારનો પેટ્રોલ - ડીઝલના ભાવ વધારા મુદ્ે વિરોધ કરી રહેલી  કોંગ્રેસે બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને પણ ચર્ચામાં ખેંચ્યો છે.

મુંબઇ કોંગ્રેસના વડા સંજય નિરૂપમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કલેકટર કચેરીની બહાર એક મોર્ચો કાઢતી વખતે અમિતાભને નિશાન પર લીધો હતો. તેમણે કહ્યું કે ર૦૧ર માં જયારે પેટ્રોલનો ભાવ ૭૩ રૂપિયા હતો ત્યારે અમિતાભે કહેલું કે લોકો કાર ને બાળવા માટે જરૂરી પેટ્રોલ જ ખરીદી શકે તેમ છે. હવે પેટ્રોલના ભાવ ૮પ રૂ. છે તો બચ્ચન વડાપ્રધાન મોદીને પ્રશ્નો પુછશે કે નહીં.

બીજા કેટલાક કોંગ્રેસના ટેકેદારો અક્ષય કુમાર અને અનુપમ ખેરને પણ ર૦૧ર વખતે આવી જ ટીપ્પણી માટે પુછી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ માટે નીરૂપમે કહ્યું કે સુષ્મા એ ર૦૧ર માં બળતણનાં ભાવ વધારા માટે ત્યારના વડાપ્રધાનને કહયું હતું આ ભાવ વધારો વડાપ્રધાનની ખુરશીનું અપમાન છે તો તેમને વર્તમાન વડાપ્રધાન માટે પણ એવી લાગણી થાય છે નહીં ?

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે પેટ્રોલ - ડીઝલને જીએસટીમાં લેવાની તરફેણ કરતા કહ્યું કે તેનાથી ભાવ ઘટાડવામાં મદદ થશે.

(4:35 pm IST)