મુખ્ય સમાચાર
News of Friday, 25th May 2018

દેશના સૌથી ખરાબ રેલવે સ્ટેશનમાં યુપીના ચાર : કાનપુર સેન્ટ્રલ સૌથી ટોચ ઉપર

નવી દિલ્હી તા. ૨૫ : ભારતીય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા દેશના સૌથી ખરાબ ૧૦ રેલ્વે સ્ટેશનોમાં ઉત્તરપ્રદેશના ચાર સ્ટેશન સામેલ છે. ટોચના ૧૦ની યાદીમાં કાનપુર સેન્ટ્રલ દેશનું સૌથી ખરાબ સ્ટેશન છે, જયારે પીએમ નરેન્દ્રભાઇ મોદીનો સંસદીય વિસ્તાર વરાણાસી ચોથા નંબર પર છે. લખનઉનું ચારબાગ આ લિસ્ટમાં ૯માં નબર પર છે.

આ ઉપરાંત દેશમાંથી દસ સૌથી ખરાબ રેલવે સ્ટેશનોમાં મુંબઈના ત્રણ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. તેમાં મુંબઈના કલ્યાણ ત્રીજુ, લોકમાન્ય ટિલક ટર્મિનલ પાંચમું અને થાણે આઠમું સૌથી ખરાબ સ્ટેશન છે.

આ ઉપરાંત અલ્હાબાદ છઠ્ઠા, જૂની દિલ્હી સાતમાં, લખનઉ નવમાં અને ચંડીગઢ ૧૦માં નંબર પર ખરાબ હોવાનું સામે આવ્યુ છે.

રેલવે અધિકારીઓના મતે આ સર્વે પાછળનો હેતુ લોકોની તકલીફને જોતા સ્ટેશન પરિસરને સૌથી સાફ બનાવવાનો છે. હાલ લોકો પાસેથી નિવેદન લઇને તેને સાફ-સુથરૂ બનાવવાનો પ્રયાસ તેજ બનાવવામાં આવશે.

(12:34 pm IST)