મુખ્ય સમાચાર
News of Friday, 25th May 2018

કાર્લ માકર્સની હસ્તલિખિત નકલનું એક પેજ ૫,૨૪,૦૦૦ ડોલરમાં વેચાયુ

બિજીંગ તા. ૨૫ : કાર્લ માકર્સ સાથે સંકળાયેલી હસ્તપ્રતનું એક પાનું અહીં એક હરાજી દરમિયાન ૫,૨૪,૦૦૦ ડોલરમાં વેચાયુ હતું. ચીનના સરકારી સમાચાર પોર્ટલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ સ્થાનિક વેપારી ફેંગ લુન દ્વારા આપવામાં આવેલી હસ્તપ્રત તેની પ્રારંભિક કીમત કરતાં ૧૦ ગણી વધારે કીમતે વેચાયું હતું. ચીનની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 'આ દસ્તાવેજ, કેપિટલ : ક્રિટિક ઓફ પોલિટિકલ ઈકોનોમીના ડ્રાફટ તરીકે સપ્ટેમ્બર ૧૮૫૦થી ઓગસ્ટ ૧૮૫૩ સુધી લંડનમાં જર્મનીના વિચારક અને ફિલોસોફરે લખેલા ૧૨૫૦ કરતાં વધારે પાનાનો એક ભાગ છે.'

આ હરાજી દરમિયાન કાર્લ માકર્સના સમકાલીન ફ્રેડરિક એંગ્લ્સથી સંબંધિત હસ્તપ્રત ૧૬.૭ લાખ યુઆનમાં વેચાઈ હતી. એન્જલ્સે કાર્લ માકર્સ સાથે 'કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો' લખ્યું હતું. આ હરાજી એવા સમય દરમિયાન કરવામાં આવી છે, જયારે ચીન આ મહિને કાર્લ માકર્સની ૨૦૦મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે.

(12:33 pm IST)