મુખ્ય સમાચાર
News of Friday, 25th May 2018

શ્રીનગરમાં ભિક્ષુક ધરપકડ ઝૂંબેશઃ ૭૦ ઝડપાયા

શ્રીનગર, તા. ૨૫ :. અહીંની સડકો પર મોટા પ્રમાણમાં ફરતા ભીખારીઓને જોઈને ડેપ્યુટી કમિશ્નરે તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે ગુરૂવારે ૭૦ ભીખારીઓની ધરપકડ કરી છે.

તેમણે જણાવ્યુ કે જાહેરમાં અથવા ધાર્મિક સ્થળોએ ભીખ માગવી તે જમ્મુ કાશ્મીર ભિક્ષા વિરોધી કાનૂન ૧૯૬૦ની વિરૂદ્ધ છે. તેમણે કરેલા ઓર્ડરમાં ભીખારીઓ વિરૂધ્ધ કડક પગલા લેવાનું કહ્યુ છે.

ઓર્ડર મુજબ ગુરૂવારથી ઉપરોકત કાયદાની કલમ ૪ મુજબ કોઈપણ વ્યકિત, મંદિર, મસ્જીદ કે કોઈપણ ધાર્મિક સ્થળની આજુબાજુ કે અંદર તથા કોઈપણ ખાનગી જગ્યાએ ભીખ માગતો દેખાય તો તરત જ તેની ધરપકડ કરવી, ઉપરાંત કોઈપણ જાતના જખમ કે રોગની અસર ભીખના ઈરાદે દેખાડવી પણ ગુન્હો હોય તેની ધરપકડ કરાશે.

શ્રીનગરના ડેપ્યુટી કમિશ્નર ડો. સઈદ આબિદ રશીદ શાહે ઈન્ડીયન એક્ષપ્રેસ સાથે વાત કરતા કહ્યુ કે, તે પબ્લિક માટે અડચણરૂપ હોય પગલા લેવા જરૂરી હતા.

(11:43 am IST)