મુખ્ય સમાચાર
News of Friday, 25th May 2018

ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર આલોચકોને બ્લોક કરી શકશે નહિ :કોર્ટનો આદેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ટ્વીટર  પર પોતાના કોઈ પણ વિવેચકને બ્લોક કરી શકશે નહીં. મેનહટનમાં અમેરિકી જિલ્લા જજ નાઓમી રીઈસ બુકવાલ્ડે આ આદેશ આપ્યો છે.      

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્વીટર પર ઘણા સક્રિય છે. વારંવાર તે પોતાના ટ્વીટર પર વિવાદિત ટ્વીટ કરે છે. જે બાદ ક્યારેક-ક્યારેક તેમને ટીકાઓનો સામનો કરી ટીકા કરનારના એકાઉન્ટ બ્લોક કરી દેતા હતા.

(9:02 am IST)