News of Friday, 25th May 2018
ચીને હાફિઝ સઇદને અન્ય દેશમાં મોકલવા પાકિસ્તાનને સૂચન કર્યાનું નકાર્યું
આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ પાકિસ્તાનને આપવામાં આવ્યો નથી
નવી દિલ્હી :આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાનથી બહાર પશ્ચિમ એશિયાના કોઈ અન્ય દેશમાં સ્થળાંતર કરવાના મીડિયા રિપોર્ટ્સ પર ચીને પ્રતિક્રિયા વ્યક્ત કરતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ પ્રકારની ખબરોને આધારહીન અને ભ્રમિત કરનારી ખબરો ગણાવી છે.
ચીને જણાવ્યું છે કે, આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ પ્રેસિડેન્ટ જિનપિંગ તરફથી પાકિસ્તાનને આપવામાં આવ્યો નથી
(9:06 am IST)