ભારતીય સેનામાં જોડાવા માટે ધો.૧૦ પાસના વિદ્યાર્થીઓને તકઃ ૭૦ હજાર રૂપિયા પગાર મળશે
નવી દિલ્હીઃ ભારતીય સેનામાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે ભારતીય નૌસેનાએ જાહેરાત બહાર પાડી છે. જેમાં પસંદ થનારા યુવકોને સેલરની નોકરી મળશે. જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગે છે તેઓ નેવીની વેબસાઈટ www.joinindiannavy.gov.in પર જઈને ભરતી સંબંધીત માહિતી મેળવી શકો છો.
નોકરી માટેની લાયકાત અને અન્ય માહિતી :
પદઃ એમઆર સેલર
જોબ લોકેશનઃ ઓલ ઈન્ડિયા
શૈક્ષણિક લાયકાતઃ માન્યતા પ્રાપ્ત સંસ્થાનમાંથી ધોરણ 10 પાસ. સાથે મ્યૂઝિક અને એપ્ટીટ્યૂડ પ્રોફિસિએન્શી
ભરતી પ્રક્રિયાઃ ઉમેદવારની પસંદગી પ્રાથમિક સ્ક્રીનિંગ અને પીઈટી આધારે કરવામાં આવશે.
વય મર્યાદાઃ ઉમેદવાર 1 ઓક્ટોબર 1993થી 30 સપ્ટેમ્બર 2001 વચ્ચે જન્મેલો હોવો જોઈએ.
પગારઃ ટ્રેનિંગ દરમિયાન-14,600 રૂપિયા પ્રતિ મહિને
ટ્રેનિંગ બાદ- 21,700-69,100 રૂપિયા પ્રતિ મહિને + અન્ય ભથ્થા
અરજી કરવાની અંતિમ તારીખઃ 27 મે 2018