મુખ્ય સમાચાર
News of Thursday, 25th April 2019

રોડ શો બાદ ગંગા આરતી

૨૦૧૪ની જેમ જ મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર

વારાણસી, તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના મત વિસ્તાર વારાણસીમાં લાખો લોકોની ઉપસ્થિતિમાં રોડ શો યોજીને શક્તિપ્રદર્શન કર્યું હતું. ૨૦૧૪ની જેમ જ આ વખતે પણ અભૂતપૂર્વ રોડ શોમાં માર્ગની બંને બાજુએ લોકો ઉમટી પડ્યા હતા. તેમની સાથે અન્ય કેબિનેટ મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ પણ પહેલાથી જ પહોંચી ગયા હતા. જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ પહોંચ્યા હતા. રોડ શો દરમિયાન મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી. રોડ શોની સાથે સાથે નીચે મુજબ છે.

*   મોદીના રોડ શોમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

*   વારાણસીમાં રોડ શો દરમિયાન આશરે પાંચ લાખ લોકોની ઉપસ્થિતિ રહી

*   વારાણસીમાં પીએમના રોડ શો દરમિયાન માહોલ ભગવામય થયો

*   વારાણસીથી ઉમેદવારીપત્ર ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું

*   રોડ શોમાં પણ ભાજપના મોટી સંખ્યામાં દિગ્ગજ લીડરો ઉપસ્થિત રહ્યા

*   મેગા શોમાં મોદીએ ઉપસ્થિત લોકોનો આભાર ઝીલ્યો

*   મેગા શો વેળા કાર્યકરો તરફથી અને લોકો તરફથી ફુલોનો વરસાદ કરવામાં આવ્યો

*   રોડ શો બાદ ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું

*   પંડિત મદનમોહન માલવિયાની પ્રતિમા પર માલ્યાર્પણ બાદ રોડ શોની શરૂઆત થઇ

*   દશાશ્વમેઘ ઘાટ ઉપર રોડ શોની પૂર્ણાહૂતિ થયા બાદ ગંગા આરતી કરાઈ

*   મોદીએ ત્રીજી વખત રોડ શોનું આયોજન કર્યું

*   હર હર મહાદેવ અને મોદીના નારા ગુંજી ઉઠ્યા

*   રોડ શો માટે બાબતપુર એરપોર્ટ પહોંચ્યા બાદ ત્યાંથી સીધા હેલિકોપ્ટરથી બીએચયુ પહોંચ્યા

*   બીએચયુની પાસે પણ લોકો તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા

*   ફિલ્મી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા

*   આવતીકાલે નરેન્દ્ર મોદી વારાણસી સીટ માટે ઉમેદવારી દાખલ કરશે

*   રોડ શો દરમિયાન મોદીના જુદા જુદા કાર્યક્રમો રહ્યા

*   લંકા વિસ્તારથી રોડ શોની શરૂઆત થયા બાદ છ કિલોમીટર સુધી રોડ શો ચાલ્યો

*   આવતીકાલે ઉમેદવારીપત્ર દાખલ કરવામાં આવશે ત્યારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે

*   નામાંકન વેળા સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, પીયુષ ગોયેલ, નિર્મલા સીતારામન, ભાજપ પ્રમુખ અમિત શાહ, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપસ્થિત રહેશે

*   ૨૦૧૪ની ચૂંટણીમાં મોદીને ૫૮૧૦૨૨ મત મળ્યા હતા

(7:43 pm IST)