મુખ્ય સમાચાર
News of Saturday, 25th March 2023

વર્લ્ડ વુમ્નસ બોક્સિંગ ચેમ્પિયશિપમાં ભારતની નીતુ ઘંઘાસે 48 Kg કેટેગરીમાં જીત્યો ગોલ્ડ મેડલ

મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી બોક્સર નીતુ ઘંઘાસે ભારતને 11મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.

દિલ્હી: છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયશિપમાં આજે ફાઈનલ મેચ રમાઈ રહી છે. આજની પ્રથમ 48 Kg કેટેગરીમાં ભારતની બોક્સર નીતુ ઘંઘાસે ગોલ્ડ મેડલ જીત્યો છે. મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી બોક્સર નીતુ ઘંઘાસે ભારતને 11મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. વર્લ્ડ વુમ્નસ બોક્સિંગ ચેમ્પિયશિપના ઈતિહાસમાં ભારતને હમણા સુધી 40 મેડલ મળી ચૂક્યા છે, જેમાંથી આ 11મો ગોલ્ડ મેડલ છે.

નીતુ ઘંઘાસનો ગોલ્ડ મેડલ સુધીનો સફર

ફાઈનલ : મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી

સેમિફાઇનલ: કઝાકિસ્તાનની અલુઆ બેલ્કીબેકોવાને 5-2થી હરાવી

ક્વાર્ટર ફાઈનલ: જાપાનની વાડા માડોકાને હારાવી

બીજો રાઉન્ડ: તઝાકિસ્તાનની કોસિમોવા સુમૈયાને હરાવી

પહેલો રાઉન્ડ: કોરિયાની  કંગ ડોયોને હરાવી

5-0થી મંગોલિયાની બોક્સરને હરાવી

વર્ષ 2023માં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 13મી સિઝન ચાલી રહી છે. 15 માર્ચથી દિલ્હીમાં શરુ થયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 26 માર્ચના રોજ પૂરી થશે. જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપમાં કુલ 139 બોક્સર રમી રહ્યાં હતા. ગોલ્ડ મેડાલિસ્ટને $100,000,સિલ્વર મેડાલિસ્ટને $50,000 અને બ્રોન્ઝ મેડાલિસ્ટને $25,000 મળશે. એટલે કે કુલ ઈનામની રમત $ 2.4 મિલિયન છે.

(8:15 pm IST)