મુખ્ય સમાચાર
News of Saturday, 25th March 2023

ડુંગળી ભોજન સ્‍વાદિષ્‍ટ બનાવવાની સાથે નૈસર્ગિક ઉપચાર માટે પણ ઉપયોગીઃ ત્‍વચા સંબંધી તકલીફ દૂર કરવામાં મદદરૂપ

ડુંગળીના રસ સાથે મધ મિક્‍સ કરી ચહેરા પર લગાવવાની ડાઘ ખીલ, કરચલીઓ દૂર થઇ શકે

નવી દિલ્‍હીઃ ડુંગળી ભોજનનો સ્વાદ વધારવાનું કામ તો કરે જ છે, પરંતુ આ સુંદરતા વધારવા માટે પણ કામ લાગે છે. ડુંગળીમાં ઉપલબ્ધ વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણા સ્કીન પ્રોબ્લમને દૂર કરવામાં મદદ કરે છે. ડુંગળીને મધ સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવાથી ખીલ, એક્ને અને કરચલીને દૂર થઇ જાય છે. મધ પણ એન્ટી એજિંગ અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે જે ત્વચાની પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે ડુંગળી અને મધને કઇ રીતે મિક્સ કરી સ્કીન પ્રોબ્લમ્સમાંથી છુટકારો મેળવી શકો છો.

ડાધાથી મળશે છુટકારો
સ્કીન પર ઘણા પ્રકારના ડાઘ હોય છે. ડુંગળી અને મધનો રસ લગાવવાથી ડાધની પરેશાનીમાંથી છુટકારો મળી જાય છે. આ પેસ્ટને થોડીવાર સુધી સતત ચહેરાને ગરમ પાણીથી ધોઇ લો. 

ગ્લોઇંગ સ્કીન
ડુંગળી અને મધ ચહેરાનો ગ્લો વધારે છે. આ બંનેને સાથે મળીને લગાવવાથી સ્કીનની ગંદકી દૂર થઇ જાય છે. ડુંગળી અને મધની પેસ્ટ ટોનરનું કામ કરે છે. તેને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો. સ્કીન મોઇસ્ચ્રાઇઝ થઇ જશે. ચહેરો સાફ ગ્લોઇંગ જોવા મળશે. 

ખીલ દૂર કરશે
ડુંગળીના રસને નિકાળીને તેમાં મધ મિક્સ કરીને લગાવવાથી ખીલની પરેશાનીમાંથી છુટકારો મળી જાય છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે ખીલને દૂર કરવામાં મદદ કરે છે. ડુંગળી અને મધને બરાબર માત્રામાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ બાદ નવસેકા પાણી વડે ધોઇ લો. આ રીતનો ઉપયોગ અઠવાડિયામાં 2-3 વાર કરો, ખીલની પરેશાનીમાંથી છુટકારો મળી જશે. 

રિંકલ ફ્રી સ્કીન
એક ઉંમર બાદ ચહેરા પર કરચલીઓ આવવા લાગે છે. ડુંગળી અને મધને લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થઇ જાય છે. ડુંગળીનો રસ અને મધને માત્ર 15 મિનિટ સુધી લગાવો. કરચલીઓ ઓછી થવા લાગશે. આ નુસખાને અઠવાડિયામાં 2-3 વાર કરો. 

પિંપલ્સ દૂર કરો
મધ અને ડુંગળીમાં હાજર ગુણ પિંપલ્સને દૂર કરવામાં કારગર છે. પિંપલ્સની પરેશાની થતા મધ અને ડુંગળીના રસના પેસ્ટમાં જૈતુનનું તેલ મિક્સ કરીને લગાવો. થોડીવાર પછી તેને સાફ કરી ધોઇ લો. થોડા દિવસોમાં જ પિંપલની પરેશાની દૂર થઇ જશે. 

(6:21 pm IST)