News of Monday, 25th March 2019
જમ્મુ-કાશ્મીર લીબરેશન ફ્રંટ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો : યાસિન મલિકની ધરપકડ: જમ્મુની કોટ બાલવાર જેલમાં કેદ
નવી દિલ્હી :યાસીન મલિકના નેતૃત્વ હેઠળના જમ્મુ-કાશ્મીર લીબરેશન ફ્રંટ- જેકેએલએફ પર એન્ટી ટેરર કાયદા હેઠળ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને યાસિન મલિકની ધરપકડ કરી તેમને હાલમાં જમ્મુની કોટ બાલવાર જેલમાં કેદ રાખવામાં આવેલ છે.
કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને 14.4 લાખની પેનલ્ટી ઠપકારવા સાથે દસ હજાર અમેરિકી ડોલર કબજે લેવામાં આવ્યા છે. ઈડીએ ફેમાના ભંગના કેસમાં આ કડક કાર્યવાહી કરી છે.
(12:20 am IST)