મુખ્ય સમાચાર
News of Monday, 25th March 2019

પાકિસ્તાન ઝૂક્યું :હિન્દુ સગીર છોકરીઓને ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીની ધરપકડ કરાઈ

ભારતે ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો : મૌલવીની સિંધમાં ખાનપુરથી ધરપકડ

 

લાહોરપાકિસ્તાનમાં બે સગીર વયની હિન્દુ યુવતીઓને કથિત રીતથી નિકાહ કરાવનાર મૌલવીની ધરપકડ કરાઈ છે સગીર વયની હિન્દુ યુવતીઓનું અપહરણ કર્યા બાદ જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ સગીર વયની યુવતીઓએ પંજાબ પ્રાંતની એક કોર્ટથી સુરક્ષા અપીલ કરી હતી. જિયો ન્યૂઝની ઉર્દૂ વેબસાઇટ જંગ.કોમ મુજબ કિશોરીઓને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરની કોર્ટમાં સુરક્ષા માટે અપીલ કરી હતી.

  તેમા કહેવામાં આવ્યું હતું કે, નિકાહ કરાવનાર મૌલવીને સિંધમાં ખાનપુરથી ધરપકડ કરી છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ખાને મામલે તપાસના આદેશ આપ્યા છે. 13 વર્ષીય રવીના અને 15 વર્ષીય રીનાના વિસ્તારના પ્રભાવશાળી લોકોના એક સમૂહએ ઘોટકી જિલ્લા સ્થિત તેમના ધરેથી કથિત રીતથી અપહરણ કરી લીધું હતું.

  ભારતે પાકિસ્તાનની સાથે સિંધ પ્રાંતમાં બે હિન્દુ કિશોરીઓના કથિત અપહરણ અને તેમને જબરજસ્તી ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવાના મુદ્દો રવિવારે ઉઠાવ્યો હતો. ત્યારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીની વચ્ચે મુદ્દાને લઇને શબ્દોનું યુદ્ધ છેડાઇ ગયું હતું.

સૂત્રોએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનનેનોટ વર્બલરજૂ કરીને ઘટનાને લઇ તેમની ચિંતા જણાવી હતી અને લધુમતી સમુદાયોના લોકોની રક્ષા અને તેમની સુરક્ષા તેમજ કલ્યાણને વધારો આપવા માટે યોગ્ય પગલા ઉઠાવવાની વિનંતી કરી છે.સ્વરાજે એક ટ્વિટમાં કહ્યું કે, તેમને ઘટના પર પાકિસ્તાનમાં, ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ એક અહેવાલ માગ્યો છે. પાતિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન મામલે પહેલેથી તપાસના નિર્દેશ જાહેર કરી ચુક્યા છે.

(11:47 pm IST)