મુખ્ય સમાચાર
News of Monday, 25th March 2019

કોંગ્રેસના વધુ 26 ઉમેદવાર જાહેર :પશ્ચિમ બંગાળના 25 ઉમેદવાર સહીત મુંબઈ ઉત્તર-પશ્ચિમથી સંજય નિરૂપમને ટિકિટ પણ અધ્યક્ષપદેથી હટાવ્યા

મિલિંદ દેવડાને મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ બનાવ્યા : ઓરિસ્સા વિધાનસભા માટે પણ 4 ઉમેદવારોનાં નામ જાહેર

નવી દિલ્હી ;લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વધુ 26 ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઈ છે કોંગ્રેસે પશ્ચિમ બંગાળથી 25 અને મહારાષ્ટ્રથી 1 લોકસભા સીટ પર પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી છે. 

   કોંગ્રેસની આ યાદીમાં મુંબઇથી સંજય નિરુપમનું નામ છે. જ્યારે 25 નામ પશ્ચિમ બંગાળનાં છે. સંજય નિરુપમને મુંબઇ- ઉત્તરપશ્ચિમથી ટીકિટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી ઉમેદવારોનાં નામની જાહેરાત સાથે જ કોંગ્રેસે ઓરિસ્સા વિધાનસભા માટે પણ 4 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને રાંકાપાએ મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણીની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અને રાંકાપામાં ક્રમશ 26 અને 22 સીટો પર ચૂંટણી લડશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય નિરુપમને ટિકિટ તો ફાળવી દેવામાં આવી છે પરંતુ તેમની પાસેથી મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષનું પદ છીનવી લેવામાં આવ્યું છે. સંજય નિરુપમના સ્થાને મિલિંદ દેવડાને મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નિરુપમનો કાર્યકાળ ઘણો વિવાદિત રહ્યો છે.નિરુપમે ચૂંટણી જીતવા માટે કાર્યકર્તાઓને પૈસા આપવાની વાત કરી હતી. નિરુપમ મુંબઇ સાઉથ સેન્ટ્રલ માટે કાર્યકર્તાઓને પૈસા આપવાની વાત કરી હતી. નિરુપમ સાઉથ સેન્ટ્રલના રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં ઉમેદવાર એકનાથ ગાયકવાડનો પ્રચાર કરવા માટે જનસભામાં પહોંચ્યા હતા

   જનસભામાં સંજય નિરુપમે કહ્યું કે, આપણે પૈસા વહેંચવામાં પંજાબ-શિવસેનાની બરાબરી નહી કરી શકીએ. તેણે સ્ટેજ પર બેઠેલા ઉમેદવાર ગાયકવાડને પુછ્યું કે, કેમ ગાયકવાડ સાહેબ પૈસા તો છેને તમારી પાસે, ભાજપ-શિવસેના જેટલા નહી પરંતુ પૈસા તો છે ને તો થોડા થોડા કાર્યકર્તાઓને પણ આપો. નિરુપમની આ વાત સાંભળીને ગાયકવાડ થોડા ઝંખવાણા પડી ગયા હતા

(11:44 pm IST)