મુખ્ય સમાચાર
News of Monday, 25th March 2019

ખેડૂતને બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ પણ ટૂંકમાં ચુકવી દેવાશે

ચૂંટણી પંચની મંજુરી મળ્યા બાદ વધુ રાહત થઇ : પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ મેળવેલા ખેડૂતોને હવે પહેલી એપ્રિલે બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ પણ મળશે : રિપોર્ટ

નવી દિલ્હી, તા. ૨૫ : ચૂંટણી પંચે લીલીઝંડી આપી દીધા બાદ ૨૦ મિલિયન વધારાના ખેડૂતોને પીએમ કિસાનના બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ મળી જશે. પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ મેળવી ચુકેલા ખેડૂતોને હવે પહેલી એપ્રિલના દિવસે બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ પણ મળી જશે. ૨૦ મિલિયન વધારાના ખેડૂતો ઉમેરાઈ ગયા બાદ આગામી સામાન્ય ચૂંટણી પહેલા આ લોકોને ૨૦૦૦ રૂપિયા તેમના પોતાના ખાતામાં જમા કરવામાં આવનાર છે. લઘુત્તમ આવક સમર્થન સ્કીમ હેઠળ પેમેન્ટ શરૂ કરવા માટે ચૂંટણી પંચ તરફથી મંજુરી મળી ગયા બાદ ખેડૂતોને મોટી રાહત થઇ શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ નાના અને મધ્યમ ખેડૂતોને આ લાભ મળનાર છે. સરકાર દ્વારા પહેલાથી જ ૨૭.૫ મિલિયન ખેડૂતોને પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ ચુકવી દેવામાં આવી છે. ૭૫૦૦૦ કરોડ રૂપિયાની રોકડ ટ્રાન્સફર સ્કીમ હેઠળ પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ ચુકવી દેવામાં આવી છે. આ ખેડૂતોને હવે પહેલી એપ્રિલના દિવસે બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ પણ ચુકવી દેવામાં આવશે જ્યારે ઓળખી કાઢવામાં આવેલા ૨૦.૧ મિલિયન ખેડૂતોને ચૂંટણી આચારસંહિતા પહેલા રકમ ચુકવવામાં આવી ન હતી. હવે આ લોકોને રકમ ચુકવવામાં આવશે. આ ખેડૂતોને ટૂંકાગાળામાં બે ઇન્સ્ટોલમેન્ટની રકમ ચુકવવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સરકાર પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ મેળવી ચુકેલા ખેડૂતોને પણ બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ હવે ચુકવવામાં આવશે. બાકીના ખેડૂતોને પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ પણ ચુકવવામાં આવનાર છે. ચૂંટણી પંચે આ સ્કીમ ચાલુ રાખવા માટે સરકારને મંજુરી આપી દીધી છે. એવા સંકેત મળી રહ્યા છે કે, એપ્રિલ મહિનામાં ૨૦૦૦ રૂપિયાની બીજા ઇન્સ્ટોલમેન્ટની રમક ખેડૂતોને મળી જશે. પહેલા ઇન્સ્ટોલમેન્ટની રકમ જેને મળી નથી તે ખેડૂતોને પણ રકમ ચુકવી દેવામાં આવશે. પીએમ કિસાનના બે ઇન્સ્ટોલમેન્ટની રકમ ટૂંકમાં ચુકવી દેવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે વચગાળાના બજેટમાં પીએમ કિસાન સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૪મી ફેબ્રુઆરીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે વિધિવતરીતે આ સ્કીમની શરૂઆત કરાવી હતી જેના ભાગરુપે બે હેક્ટર જમીન ધરાવનાર ખેડૂતોને ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં ૬૦૦૦ રૂપિયા એક વર્ષમાં ચુકવવામાં આવનાર છે. કેન્દ્ર સરકારે લાભ મેળવનાર લોકોના બેંક ખાતામાં સીધીરીતે આ રકમ જમા કરવાની શરૂઆત કરી છે.

(7:19 pm IST)