મુખ્ય સમાચાર
News of Monday, 25th March 2019

હવે મનોજ તિવારીએ સપના ચૌધરીની લીધી મુલાકાત; ભોજન લીધું :કહ્યું બે ત્રણ દિવસમાં કોઈ સમાચાર આવશે

સોશ્યલ મીડિયામાં તસ્વીર વાયરલ :મનોજ તિવારીએ કહ્યું સપનાએ મોટું મન રાખ્યું છે

નવી દિલ્હી :હરિયાણાની ગાયિકા અને ડાન્સર સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થયાની વાતનું ખંડન કર્યા બાદ કોંગ્રેસે પણ તેના દસ્તાવેજી પુરાવા રજૂ કરીને સપના કોંગ્રેસમાં જોડાઈ હોવાની વાત દોહરાવી હતી ત્યારે સપના ચૌધરી અને દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર પર ગરમા ગરમ ચર્ચા બાદ મનોજ તિવારીએ પુષ્ટિ કરી છે કે સપના ચૌધરી સાથે તેની રવિવારે જ તેના ઘરે મુલાકાત થઈ હતી.

    તિવારીએ કહ્યું, "હું સપનાના સંપર્કમાં છું. બે ત્રણ દિવસમાં કોઈ સમાચાર આવી શકે છે. સપનાએ મોટું મન રાખ્યું છે. તેણીએ કહ્યું છે કે જ્યારે આવવાનું હશે હું જાણ કરીશ. કોંગ્રેસમાં જોડાયા વગર જ સોશિયલ મીડિયામાં સમાચાર ચમકી ગયા હોવાથી તેણી થોડી પરેશાન પણ હતી. કાલે તેણી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. સાથે ભોજન પણ લીધું. આગળ જે પણ થશે તેના અંગે તમને માહિતગાર કરીશું. બીજેપી હંમેશા સારા સમાચાર માટે જ કામ કરે છે.

(2:05 pm IST)