યુપીમાં મોર્નિંગ વોક પર નીકળેલા બસપા નેતાની ગોળી મારીને હત્યા
વહેલી સવારે હાઝીપુરમાં બસપા નેતા શબ્બર જેદીની હત્યાથી ખળભળાટ
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં બદમાશોએ બસપા નેતાની ગોળી મારીને હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે શહેરની ઉત્તરાંચલ વિહાર કોલીનીમાં સવારે બદમાશોએ મોર્નિંગ વોક પર જઈ રહેલા બસપા નેતા શબ્બર જેદીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. બદમાશોએ આ ઘટનાને તેમના ઘરથી લગભગ 100 મીટરના અંતરે અંઝામ આપ્યો. બસપા નેતાની ધોળા દિવસે હત્યા થઇ છે
મળતી માહિતી મુજબ બસપા નેતા શબ્બર જેદી સવારે 6 વાગ્યે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તેમના ઘરથી લગભગ 100 મીટર દૂર બદમાશો રાહ જોઈને બેઠા હતા. મોર્નિંગ વોક કરી રહેલા બસપા નેતા પર બદમાશોએ ફાયરિંગ કરી દીધી. ગોળીનો અવાઝ સાંભળીને આખા વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ.
આ ઘટના અંગે સ્થાનીય લોકોએ પોલીસને સૂચના આપી. પોલીસની ટીમ જગ્યા પર પહોંચીને લાશને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. 55 વર્ષના શબ્બર જેદી બેહટ્ટા હાજીપુર ગામમાં રહેતા હતા. તેમની હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવામાં નથી આવ્યું. પોલીસ બદમાશોની શોધ કરી રહી છે