મુખ્ય સમાચાર
News of Monday, 25th March 2019

રાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે

કોંગ્રેસ કેટલી બેઠકો જીતે છે તેના ઉપર તે નિર્ભર રહેશે.

નવી દિલ્હી :વડાપ્રધાન બનવા અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે મારા માટે એ કહેવું અભિમાનભર્યું હશે કે દેશના આગામી વડાપ્રધાન હું બનીશ. તેના પર નિર્ણય ચૂંટણી બાદ થશે. કોંગ્રેસ કેટલી બેઠકો જીતે છે તેના ઉપર તે નિર્ભર રહેશે. 

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધીને અપાયેલી નવી ચૂંટણી જવાબદારી પર કહ્યું કે હું મારા દમથી કામ કરું છું. હિન્દુસ્તાનના લોકોની સેવા માટે કામ કરું છું. પ્રિયંકા ગાંધીને તેમની યોગ્યતા, ક્ષમતા અને અનુભવના આધારે કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. તેઓ સારા વક્તા છે, બધાની વાત સાંભળે છે. કાર્યકર્તાઓ સાથે સીધા કનેક્ટ થાય છે. 

 

   અત્રે ઉલ્લખનીય છે કે કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને લોકસભા ચૂંટણી 2019માં માટે પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યાં છે. આ સાથે  પ્રિયંકાને કોંગ્રેસ મહાસચિવનું પદ પણ અપાયું છે. મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી લઈને વારાણસી સુધી ગંગા યાત્રા બોટ દ્વારા કરી હતી. આ દરમિયાન તેઓ લોકોને મળ્યાં હતાં.

(12:00 am IST)