મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

કોંગ્રેસે જનતાને દગો આપ્યો, કામ કરતી નથી કરવા દેતી નથી

કોંગ્રેસ હાઇકમાન્ડના ચંપલ ઉંચકવામાં એકસપર્ટ હતા પૂર્વ સીએમ : કોંગ્રેસ નેતા લોકોને ગેરમાર્ગે દોરે છે : કોંગ્રેસ ભાગલા પાડો-ખોટું બોલીને રાજ કરોના સિદ્ધાંત પર કામ કરે છે : પીએમ મોદી

પોંડીચેરી, રપ : દેશમાં થોડા દિવસો બાદ ઘણા બંગાળ અને અસમ સહિતના રાજ્યોમાં ચૂંટણી થવાની છે. એવામાં આજે પીએમ મોદી પૂડુચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નિવેદનો પર જોરદાર પલટવાર કર્યા છે.

પીએમ મોદીએ પૂડુચેરીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી અને કહ્યું કે હવે અહિયાંની હવા બદલાઈ રહી છે, જે સભામાં પણ દેખાઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જનતાએ કોંગ્રેસનો વોટ આપ્યા પરંતુ કોંગ્રેસે જનતાને દગો આપ્યો.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે લોકોના સપનાઓને તોડી નાંખ્યા, અહિયાં જે સરકાર હતી તે કોંગ્રેસ હાઇકમાન્ડની સેવા કરતી હતી અને મુખ્યમંત્રી કોંગ્રેસ હાઇકમાન્ડના ચંપલ ઊંચકતા હતા પણ તેઓ અહીની જનતાને ગરીબીમાંથી કાઢી ન શક્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પોતે પણ કામ નથી કરતી અને બીજાને પણ કામ કરવા દેતી નથી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની યોજનાને લાગુ જ ન થવા દીધી.

પીએમ મોદીએ કહ્યું કે આખા દેશમાં આજે કોંગ્રેસને લોકો નકારી રહ્યા છે અને લોકસભામાં કોંગ્રેસની બેઠકો આજે ઇતિહાસમાં સૌથી ઓછી છે. મત્સ્ય મંત્રાલયને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર પીએમ મોદીએ આજે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભાગલા પાડો અને ખોટું બોલીને રાજ કરો સિદ્ધાંતથી કામ કરે છે. કોંગ્રેસ નેતાએ અહિયાં આવીને કહ્યું છે કે તે મત્સ્ય મંત્રાલય બનાવશે, પણ અમારી સરકાર પહેલા જ મત્સ્ય મંત્રાલય બનાવી ચૂકી છે. એવામાં કોંગ્રેસ નેતા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

(4:00 pm IST)