મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

ડીલરની ભૂલના કારણે વેચાયેલી ખામીવાળી કાર માટે ઉત્પાદક જવાબદાર ન ગણાય : ટાટા મોટર્સ વિરુદ્ધ કરાયેલી ફરિયાદ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ટાટા મોટર્સ વિરુદ્ધ કરાયેલી ફરિયાદમાં ખામીવાળી કાર વેચવા બદલ વળતર માંગવામાં આવ્યું હતું.જેના અનુસંધાને ટાટા મોટર્સના એડવોકેટે કરેલી દલીલ મુજબ ડીલરે ખામીવાળી કાર વેચવાની ભૂલ કરી છે.ડીલર અને ઉત્પાદક વચ્ચેનો સબંધ પ્રિન્સિપાલ ટુ  પ્રિન્સિપાલ સમાન છે. કારમાં ખામી છે તેવું ઉત્પાદક જાણતા હોવાનું પુરવાર ન થાય ત્યાંસુધી તે વળતર આપવા બંધાયેલ નથી.

ડીલરે બે વર્ષ વપરાયેલી કાર વેચી હતી. તેથી કોર્ટએ ઉત્પાદક  પર લાદવામાં આવેલી જવાબદારી રદ કરી દીધી હતી.તથા રાષ્ટ્રીય તકરાર નિવારણ આયોગ (એનસીડીઆરસી) નો ચુકાદો રદ ગણ્યો હતો.

એનસીડીઆરસીએ ખામીયુક્ત કારના વેચાણ અંગે એન્ટોનિયો પાઉલો વાઝનો દાવો માન્ય રાખ્યો હતો અને ખામીયુક્ત કારને બદલવા ઉપરાંત ખર્ચ રૂ. 2 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ઉપરોક્ત આદેશ રદ કરતો ચુકાદો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 2011 ની સાલમાં એન્ટોનિયો પાઉલો વાઝએ 2009 ની સાલના મોડેલની કાર ખરીદી હતી જે 622 કિલોમીટર ચાલી હતી.તથા નવી કારની જગ્યાએ વેચવામાં આવી હતી.આથી તેણે નાણાં પરત આપવા અથવા નવી કાર આપવા માંગણી કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:04 pm IST)