મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

પેટ્રોલ- ડિઝલના ભાવ વધારા પર સતત બીજા દિવસે પણ બ્રેક : જનતાને રાહત

હવે વાહનચાલકોને પેટ્રોલ- ડિઝલના ભાવમાં ઘટાડાની આશા

નવી દિલ્હી : મોંઘવારીના માર વચ્ચે જનતા માટે આંશિક રાહતના સમાચાર આવ્યા. સતત બીજા દિવસે પણ પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. પેટ્રોલ- ડિઝલના ભાવ વધારા પર બીજા દિવસે પણ બ્રેક લાગી છે.

હાલ પેટ્રોલ 88 રૂપિયા 04 પૈસા પ્રતિલિટર મળી રહ્યું છે. તો ડિઝલના ભાવ પ્રતિ લિટર 87 રૂપિયા 54 પૈસા પર સ્થિર છે. ફેબ્રુઆરીમાં 8થી વધુ વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. જોકે હવે વધતા ભાવ પર બ્રેક લાગતા જનતાને રાહત મળી છે. હવે વાહનચાલકો પેટ્રોલ- ડિઝલના ભાવમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં આવેલ આ માટો ઉછાળા માટે સૌથી મોટું કારણ ટેક્સ છે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એક લિટર પેટ્રોલ પર 168 ટકા ટેક્સ વસુલે છે.નોંધનીય છે કે, ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ પર 16 ફેબ્રુઆરી 2021ની કિંમત મુજબ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની બેસ પ્રાઈઝ 31.82 રૂપિયા છે. ત્યાર બાદ તેના પર નૂર ભાડા પેટેટ 28 પૈસા પ્રતિ લિટર લાગે છે. ત્યાર બાદ ડીલર પાસે 32.10 રૂપિયામાં પહોંચે છે.

 ત્યાર બાદ તેના પર 32.90 એક્સાઈઝ ડ્યૂટી લાગે છે જે કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. 3.68 રૂપિયા ડીલરનું કમીશન લાગે છે અને 20.61 રૂપિયા વેટ લાગે છે જે રાજ્ય સરકાર વસુલે છે. આ બધુ મળીને એક લિટર પેટ્રોલની કિંમત 89.29 રૂપિયા આવે છે. એટલે કે બેસ પ્રાઈઝના 168 ટકા અને રૂપિયામાં 53.31 રૂપિયા થાય છે. મોટી વાત એ છે કે હાલમાં એક લિટર પેટ્રોલની જેટલી બેસ પ્રાઈઝ છે તેના કરતાં વધારે તો કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી વસુલે છે. જ્યારે વર્ષ 2014ની તુલનવામાં સરકારે પેટ્રોલ ડીઝલ પર લાગતા ટેક્સમાં 217 ટકાનો વધારો કર્યો છે.

(11:02 am IST)