મુખ્ય સમાચાર
News of Tuesday, 25th February 2020

રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારને સમન્‍સ કરશે કોરેગાંવ ભીમા તપાસ પેનલ

            પુણેઃ  કોરેગાંવ ભીમા તપાસ આયોગએ ર૦૧૮ ના  થયેલ હિંસાના મામલામા  રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( એનસીપી) પ્રમુખ શરદ પવારને સમન્‍સ કરવાનો નિર્ણય કર્યો છે. ન્‍યાયીક પેનલના વકીલ  આશિષ સતપુતએ બતાવ્‍યુ કે આયોગના  અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ (સેવા નિવૃત) જે એન પટેલએ ટિપ્‍પણી કરી કે પવારએ પેનલ સમક્ષ સોગંદનામુ દાખલ કરેલ છે. અને એમને સમન્‍સ કરવામાં આવશે. વકીલના અનુસાર  સુનાવણીના  અંતિમ ચરણમાં આયોગ પવારને સમન્‍સ કરી શકે છે.

            મહિનાની શરૂઆતમાં શિવસેના નીત રાજય સરકારને આયોગનો કાર્યકાળ  આઠ એપ્રિલ સુધી વધારી રીપોર્ટ રજુ કરવા  કહ્યું છે. સામાજીક સમૂહ વિવેક વિચાર મંચના સદસ્‍ય સાગર શીંદેએ ગયા અઠવાડીયે આયોગ સમક્ષ આવેદન દાખલ કર્યુ હતુ.  આવેદનમાં એમણે  પવારને બે સદસ્‍યીય આયોગ સમક્ષ સાક્ષી આપવા માટે અનુરોધ કર્યો છે.  પોતાની અરજીમાં  શિંદેએ ૧૮ ફેબ્રુઆરીના પવાર તરફથી બોલાવવામા આવેલ સંવાદદાતા સંમેલનનો હવાલો આપ્‍યો છે.

(11:45 pm IST)