મુખ્ય સમાચાર
News of Tuesday, 25th February 2020

જમ્મુ-કાશ્મીર રાજમાર્ગ પર શંકાસ્પદ બેગ જપ્તઃ ત્રણ કલાક સુધી ટ્રાફીક જામ

            બનિહાલઃ  જમ્મુ-શ્રીનગરશ રાષ્ટ્રીય રાજમાર્ગ પર મંગળવારના એક સંદિગ્ધ બેગ પકડવામા આવ્યા પછી  સનસની ફેલાઇ ગયેલ, જે પછી જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં લગભગ કલાક સુધી ટ્રાફીક જામ રહ્યો હતો.

            અધિકારીઓએ બતાવ્યું  કે બેગમાં શરાબની થોડી બોટલો રાખવામા આવી હતી. જિલ્લાના ચરીલ પટ્ટીમા એક જગ્યા પર  લોકોએ આ બેગ જોઇ અને સેના તથા પોલીસને સુચિત કરાયેલ. એમણે બતાવ્યું કે સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધેલ અને ટ્રાફીકને રોકી દીધેલ.  અધિકારીઓએ બતાવ્યુ કે ત્રણ કલાક પછી રાજમાર્ગ પર ટ્રાફીક હળવો થયો.

(11:29 pm IST)