આધાર લીંકના વેરીફીકેશન માટે ૧૪પ૪૬ ડાયલ કરો
કેન્દ્ર સરકારે મોબાઇલ નંબર સાથે આધારલીંક કરાવવા માટે છેલ્લી તા. ૩૧ માર્ચ રાખી
કેન્દ્ર સરકારે મોબાઇલ નંબર સાથે આધારલીંક કરાવવા માટે છેલ્લી તા. ૩૧ માર્ચ રાખી છે. મોબાઇલ નંબર સાથે આધાર લીંક થયેલ નહિ હોય તો તમારો મોબાઇલ નંબર બંધ કરી દેવાશે. મોબાઇલ નંબર સાથે આધાર લિંક થયું છે કે કેમ ? તે જાણવુ જરૂરી છે. અને આ માટે ટોલ ફી નંબર ૧૪પ૪૬ આપવામાં આવેલ છે.
૧૪પ૪૬ ડાયલ કરવાથી તમને તમારો મોબાઇલ લીંક થયો છે કે નહિ તેની જાણકારી મળશે. તેમજ મોબાઇલ નંબર લીંક થયા બાદ તેનું વેરીફીકેશન કરાવવું જરૂરી છે અને આ નંબર ડાયર કરીને વેરીફીકેશન કરાવી શકાય છે.
નંબર વેરીફાય થયા પછી તેમને તમારો આધાર નંબર પુછવામાં આવશે તે બાદ તમારા મોબાઇલ નંબર ઉપર અેક OTP આવશે અને અે OTP નંબર તમારે નાખવાનો રહેશ. ત્યારબાદ મોબાઇલ નંબર આધાર સાથે લિંક થયો છે. કે નહી તે સ્પષ્ટપણે વેરિફાઇ થઇ જશે.