મુખ્ય સમાચાર
News of Tuesday, 25th January 2022

ફાઇવસ્‍ટાર રેટિંગવાળા ઇલેકટ્રીક ઉપકરણોનો ઉપયોગ કરશો તો વિજ બિલમાં હજારો રૂપિયા બચી જશેઃ સતત ઉપયોગ ટાળવો જોઇએ

વિજ ઉપકરણો થોડી થોડી વારે બંધ કરી દેવાથી ફાયદો થાય

નવી દિલ્હી: ગાત્રો થીજવી નાખે તેવી ઠંડી પડે છે. ત્યારે સૌથી મોટું ટેન્શન એ વીજળીનું વધતું બિલ હોય છે. શરદીમાં વીજળીનું બિલ અનેક ઠેકાણે ઘણીવાર વધુ આવતું હોય છે કારણ કે ગીઝર અને હીટરનો વધુ થાય છે. હીટર અને ગીઝર હાઈ ઈલેક્ટ્રિસિટી કન્ઝ્યૂમ કરનારા અપ્લાયન્સીસ હોય છે. પરંતુ આમ છતાં તેના વગર ઠંડીમાં ચાલતું નથી. હવે એવું તે શું કરાય કે તેનો ઉપયોગ પણ કરાય અને વીજળીનું બિલ પણ ઓછું આવે. જો તમે આ સવાલનો જવાબ શોધી રહ્યા હોવ તો અમે તમને એવી બે ટિપ્સ વિશે જણાવીશું જેનાથી વીજળીનું બિલ ઘણે અંશે ઓછું કરી શકાય છે. તેનાથી મહિનાના બિલમાં હજારો રૂપિયા બચી શકે છે.

5 સ્ટાર રેટિંગવાળા અપ્લાયન્સિસનો કરો ઉપયોગ

જો તમે કોઈ પણ અપ્લાયન્સિસ ખરીદો તો ધ્યાન રાખો કે તે 5 સ્ટાર રેટિંગવાળું હોય. અત્રે જણાવવાનું કે 5 સ્ટાર રેટિંગવાળું અપ્લાયન્સિસ વીજળી ઓછું વાપરે છે. માર્કેટમાં અનેક 5 સ્ટાર રેટિંગવાળા ફ્રિઝ, ટીવી, એસી, હીટર અને ગીઝર ઉપલબ્ધ છે. 5 સ્ટારવાળા અપ્લાયન્સિસને ખરીદીને તમે વીજળીના બિલને ઓછું કરી શકો છો. તેનાથી તમારી હજારો રૂપિયાની બચત થઈ શકે છે.

હાઈ કેપેસિટીવાળા ગીઝરને પસંદ કરો

ગીઝર ચલાવવાથી વીજળીનું બિલ વધે છે. આવામાં તમે હાઈ કેપેસિટીવાળા ગીઝરની પસંદગી કરો. એકવાર પાણી જ્યારે ગરમ થઈ જાય છે તો તે ત્રણથી ચાર કલાક સુધી ગરમ રહે છે. તેનાથી તમારે સતત ઓન રાખવાની જરૂર પડતી નથી. એકવાર પાણી ગરમ કરીને તેને મોડે સુધી ઉપયોગમાં લઈ શકો છો.

સતત ઉપયોગ કરવાથી બચો

હીટર અને ઈલેક્ટ્રિક બ્લોઅરને સતત ઓન ન રાખો. તે થોડી મિનિટમાં જ રૂમને ગરમ કરી નાખે છે. આવામાં સમજદારી એ છે કે તેને પછી બંધ કરી દેવામાં આવે. સતત ઓન રહેવાથી વીજળીનું બિલ વધુ આવે છે. તેને તમે સમયાંતરે ચાલુ કરો. જો તમે રૂમમાં ન હોવ તો તેને બંધ કરી દો. જરૂર સમયે જ તેને ઓન કરો.

(5:33 pm IST)